Famous Gujarati Geet on Janma | RekhtaGujarati

જન્મ પર ગીત

પેદા થવું. વિજાતીય સમાગમના

પરિણામ સ્વરૂપ ગર્ભ ધારણ થાય બાદ જીવનું અવતરવું, માના ગર્ભમાંથી બહાર આવી સૃષ્ટિમાં જીવવું શરૂ કરવું. ‘જન્મ’ શબ્દ માનવજીવનની સંવેદના સાથે જોડાયેલો છે અને એટલે જ સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. લોકવ્યવહારમાં જન્મ પ્રેરિત ઘણા શબ્દો ચલણમાં છે, જેમકે જન્મારો, આજન્મ- આખી જિંદગી, આ જનમ - આ ભવ, જન્મકુંવારા - બાળ બ્રહ્મચારી, જનમટીપ - આજીવન કેદ. કોઈ વ્યક્તિની સામાજિક કે આર્થિક સ્થિતિમાં ધરમૂળથી ફેરફાર થઈ જાય એના માટે નવો જન્મ શબ્દ પ્રયોગ છે. કોઈ મોતના મુખમાંથી બચી જાય એના માટે ‘બીજો જન્મ’ શબ્દ પ્રયોગ વપરાય છે. સંબંધમાં પ્રતિબદ્ધતા સૂચવવા ‘જન્મભરનો સાથ’ એમ કહેવાય છે. ઈશ્વર પેટલીકર લિખિત 'જનમટીપ' ગુજરાતના શ્રમજીવી ઠાકરડા જ્ઞાતિના પાત્રોના સંઘર્ષ પર લખાયેલી નવલકથા છે.

.....વધુ વાંચો