રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજાગવું પર ગીત
દેખીતો અર્થ છે કે ઊંઘ
પૂરી થતાં આંખો ખૂલે એને ‘જાગવું’ કહેવાય. પણ આ આંખ ખૂલવી એ જ બહુ વજનદાર અર્થસંદર્ભો ધરાવે છે, માટે ‘જાગવું’ એ કેવળ વાચ્યાર્થના ઊંઘમાંથી ઊઠવું જેટલા સીમિત અર્થમાં વપરાતું નથી. કોઈ ભ્રમમાંથી બહાર આવવું એટલે જાગવું, કોઈ વાસ્તવિકતા જાણવું એટલે જાગવું, કોઈના નુકસાનકારક ઇરાદા ખબર પડી જાય એટલે જાગવું, સ્વાર્થી કે સંકુચિત વ્યવહારની સમજ આવતા એમ વર્તવું બંધ કરવું એટલે જાગવું. એમ ઘણા અર્થોમાં ‘જાગવું’ સૂચક બની ચૂક્યું છે - લોકબોલીમાં પણ અને સાહિત્યમાં પણ.