ઇતિહાસ પર અછાંદસ
માનવજાત દ્વારા કરાયેલ
પ્રવૃતિઓના લેખિત પુરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળનો અભ્યાસ. ઇતિહાસ પ્રજાનો, સ્થળનો, દેશનો કે સંસ્કૃતિનો હોય છે. વ્યક્તિનો નથી હોતો. વ્યક્તિનો ભૂતકાળ હોય છે, પણ કળાકૃતિમાં આ ભેદ નથી રહેતો. કળાકૃતિમાં માણસના ભૂતકાળને તેના ઇતિહાસ તરીકે રજૂ કરાય છે. કેમકે જીવન અને કળાના ધોરણો જુદા છે. કળા માટે પાત્ર કે વિગત કેવળ નિમિત્ત હોય છે. પાત્ર અને વિગતના બહાને કળા પરોક્ષ નિશાન સાધે છે. માટે વ્યવહારુ વિશ્વમાં ખુરશી કે ટેબલ જેવી ઘરગથ્થુ વસ્તુનો ઇતિહાસ ન હોય પણ કળાકૃતિમાં હોઈ શકે.