રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઈશ્વર પર મુક્તક
ઈશ્વરને મોટે ભાગે અલૌકિક
સર્જક અને બ્રહ્માંડના દૃષ્ટા તરીકે જોવામાં આવે છે. ધર્મવેત્તાઓએ ઘણી બધી જુદી જુદી ઈશ્વરની વિભાવનાઓ માટે વિભિન્ન લક્ષણોનું વર્ણન કર્યું છે. આમાં સૌથી સામાન્ય વિચારણામાં સર્વજ્ઞ, સર્વશકિતમાન, સર્વવ્યાપી, સંપૂર્ણપણે પરોપકારી (સંપૂર્ણ દેવતા), શાશ્વત અને આવશ્યક અસ્તિત્વનો સમાવેશ થાય છે. ઈશ્વરને અમૂર્ત ગણવામાં આવે છે. અમુક ધર્મમાં ઈશ્વરના મૂર્ત સ્વરૂપની કલ્પના પણ પાપ ગણાય છે. અસ્તિત્વવાદ અને નાસ્તિકો ઈશ્વરની સંકલ્પનાનો અસ્વીકાર કરે છે. લેખક–તત્વચિંતક ફેડરીક નિત્સે (૧૮૪૪-૧૯૦૦)એ જ્યારે ‘ઈશ્વરનું મૃત્યુ થઈ ગયું છે’ એવી ઘોષણા કરી હતી ત્યારે એનો ઉદ્દેશ ઈશ્વર જેવી કોઈ સંકલ્પના નથી એમ કહેવાનો હતો. સૃષ્ટિની રચના અત્યંત જટિલ અને તેમ છતાં વિશાળ પાયે સંતુલન ધરાવે છે. આવી ગૂઢ રચના રચનાર કોઈ સર્વ શક્તિમાન જ હોય એવી ભાવનામાંથી ઈશ્વરની સંકલ્પના સર્જાઈ અને વિજ્ઞાનની શોધખોળના પરિણામે સૃષ્ટિની અકળ લાગતી બાબતો તર્ક અનુસાર સમજાવા માંડી ત્યારથી ઈશ્વરના અસ્તિત્વ પર શંકાઓ ઊભી થવા માંડી. તેમ છતાં આજની તારીખે વિશ્વમાં ઈશ્વરમાં માનનારા લોકો બહુમતીમાં છે.