રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઇનામ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(8)
-
એક છે માખણલાલ
માખણલાલને કોઈએ કદી ગુસ્સે થતા જોયા નહોતા. એક વાર એમના એક દોસ્તારે કહ્યું : ‘માખળલાલ, તમે સાવ મોળા તે મોળા. તમારામાં તીખાશ જરાય ન મળે.’ માખણલાલ કહે : ‘તીખા મરચા જેવા થવું તેના કરતાં માખણ જેવા મોળા થવું સારું. અને માખણ મોળું ભલે હોય પણ મજબૂત કરવાનો
-
પહેલું ઇનામ
શાળાનું વિશાળ મેદાન આજે રંગબેરંગી ફુગ્ગાઓ અને કાગળનાં તોરણોથી શોભી રહ્યું હતું. ઝીણી ઝીણી લાઈટોનાં તોરણો પણ બાંધેલાં હતાં. હારબંધ ખુરશીઓ મૂકવામાં આવી હતી. મુખ્ય દરવાજાથી રંગમંચ સુધીનો રસ્તો લાલ જાજમથી ઢાંકવામાં આવ્યો હતો. આજે શાળાનો વાર્ષિકોત્સવ
-
ટમટમ અને છમછમ
પોપટજીની નિશાળમાં ચકલીયે ભણે ને તેતરેય ભણે. પોપટજીની નિશાળ એટલે ખુલ્લું ખેતર. તેમાં જાતભાતનાં ઝાડ. તેમણે વડ ને પીપલો, લીમડો ને આંબો – એમ જાતભાતનાં ઝાડ ઉછેરેલાં. ખેતરમાં જાતભાતના ક્યારા. ને તેમાં ભાતભાતનાં ફૂલ. વચ્ચોવચ પોપટજીનું ઘર. પોપટજીના ઘરનાં
-
બે રૂપિયા
“બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી, પણ રાત ત્યાં રોકાવું પડે એમ છે, માટે બધાં એક શેતરંજી, એક ટંકનું ભાથું તથા પાણીનું પવાલું સાથે લેતાં આવજો. આગગાડીમાં જવાનું છે.” શાળાનાં મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેને પ્રાર્થનાના સમયે જાહેરાત કરી. પર્યટનનું નામ સાંભળી
-
ખેલદિલી
સાતમા ધોરણના વિદ્યાર્થીઓ એકઠા થયા છે. એમને એક ટીમ ઊભી કરવી છે. શેની ટીમ? તરવૈયાઓનીસ્તો! બે મહિના પછી દિવાળીની રજાઓ પડશે. એ વખતે બધી કેટલીય જાતની રમતોની હરીફાઈઓ થશે. હુતુતુતુની, ખોખોની, લાંબા-ઊંચા
-
દામોદર મોચી
એક મંદિરની પાસે ઝાડ હતું. એ ઝાડ નીચે દામોદર મોચી એના બાદશાહી ઠાઠ સાથે રોજ સવારે આઠ વાગ્યાથી નિયમિત રીતે બેસતો. એના ઠાઠમાઠમાં એક કટાઈ ગયેલા પતરાની પેટી, પેટીમાં ચામડાના ટુકડા, રાંપી, હથોડી અને જોડા સીવવા માટે જાડો દોરો અને સોયો. પાસે ચામડું બોળવા