Famous Gujarati Children Poem on Idar | RekhtaGujarati

ઈડર પર બાળકાવ્ય

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા

જિલ્લાનું તાલુકામથક અને પ્રાચીન શહેર. રણમલ ચોકી, રૂઠી રાણીનું માળિયું, જુવાનવિલાસ મહેલ, રણમલેશ્વર તળાવ, વેણીવત્સનો કુંડ તથા કોટેશ્વર, કણ્વનાથ મંદિર, ચંપેશ્વર વગેરે શિવાલયો અને ચંદનગુફા જોવાલાયક સ્થળો છે. અહીંનો હાલ ભગ્ન અવસ્થામાં એવો ગઢ કોઈ એક કાળે યુદ્ધ યોજનાની દૃષ્ટિએ અત્યંત ખૂબીપૂર્વક બંધાયેલો અને જીતવો અસંભવ ગણાતો. આથી જ કોઈ પણ ક્ષેત્રે જ્યારે અત્યંત આહવાનાત્મક સંજોગોમાં સફળતા મેળવાય ત્યારે ‘ઇડરીયો ગઢ જીતી આવ્યાં’ એમ વિશેષણ વપરાય છે.

.....વધુ વાંચો