પિન્ટુના તેજસકાકાએ પિન્ટુને એક રૂપિયો આપ્યો. પિન્ટુ હરખાતો-હરખાતો દુકાને ગયો. પહેલાં તો પિન્ટુભૈએ ચૉકલેટ લેવાનો વિચાર કર્યો, પણ દુકાન આગળ ફુગ્ગા લટકતા જોઈ પિન્ટુનો વિચાર બદલાયો. ‘ના, ના, ચૉકલેટ નથી ખાવી. આજે તો બસ ફુગ્ગો લઈશ.’
એક મોટા શહેરની આ વાત છે. એ શહેર રેલવેનું મોટું જંક્શન સ્ટેશન હતું. તેથી એ લાઈન પર ઘણી ગાડીઓની આવ-જા થતી હતી. મોટરગાડી, ખટારા તથા બીજાં વાહનોની અવર-જવર માટે રેલવેલાઈનની નીચે એક ગરનાળું બનાવ્યું હતું. એ ગરનાળામાંથી વાહનો