ગુજરાત પર બાળકાવ્ય
ગુજરાત ભારત દેશનું ઔદ્યોગિક
રાજ્ય છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. તેનો સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે. જે ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન નગર છે. ગુજરાત રાજ્યનું નામ ‘ગુજ્જર’ પરથી પડેલ છે. જેમણે ઈ. સ. ૭૦૦ અને ઈ. સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાતના ઇતિહાસ પર ધૂમકેતુ અને કનૈયાલાલ મુનશીએ અનેક નવલકથાઓ લખી છે. ગુજરાતનાં વિવિધ પ્રાંતમાં વિવિધ બોલીઓમાં લોકસાહિત્ય રચાયું, સચવાયું છે. ગુજરાતી સાહિત્યની બે મુખ્ય સંસ્થાઓ ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાત સાહિત્ય પરિષદ’ ગુજરાતમાં છે. ગુજરાતી સાહિત્યમાં આધુનિકવાદના પગલે ‘રે મઠ’ પ્રવૃત્તિ પણ અમદાવાદ ખાતે જ થઈ હતી.