રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગુજરાતી ભાષા પર અછાંદસ
ગુજરાતી ભારત દેશના
ગુજરાત રાજ્યની ઇન્ડોઆર્યન ભાષા છે અને મુખ્યત્વે ગુજરાતી લોકો દ્વારા બોલાય છે. તે બૃહદ ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા(આશરે ઈ. સ. ૧૧૦૦-૧૫૦૦)માંથી થયો છે. તે ગુજરાત, દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે. ગુજરાતી ભાષા ૭૦૦ વર્ષ કરતા વધુ જૂની છે. ગુજરાત બહાર ગુજરાતી લોકો દ્વારા દક્ષિણ એશિયાના ઘણા ભાગોમાં, ભારતના અન્ય રાજ્યો, ખાસ કરીને મુંબઈ તથા પાકિસ્તાન(મુખ્યત્વે કરાચી)માં ગુજરાતી બોલાય છે. ગુજરાતી વંશના લોકો દ્વારા દક્ષિણ એશિયાની બહાર પણ વિશ્વના અનેક દેશોમાં ગુજરાતી બોલાય છે. ઉત્તર અમેરિકાખંડમાં ગુજરાતી ભાષા સૌથી ઝડપથી વિકસતી અને અમેરિકા અને કેનેડામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાંની એક છે. યુરોપમાં ગુજરાતીઓ બ્રિટિશ દક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાં બીજા ક્રમે છે અને યુ.કે.ના લંડનમાં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ગુજરાતી ઉત્તર-પૂર્વીય આફ્રિકા, ખાસ કરીને કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, ઝામ્બિયા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાના અન્ય દેશોમાં પણ બોલાય છે. બીજે બધે, જેમકે ચીન (ખાસ કરીને હોંગકોંગ), ઇન્ડોનેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વના દેશો જેમકે બહેરીન વગેરેમાં ગુજરાતી ઓછા પ્રમાણમાં બોલાય છે. ગુજરાતી ભાષાના ત્રણ મુખ્ય તબક્કા : (૧) જૂની ગુજરાતી (ઈ. સ. ૧૧૦૦-૧૫૦૦). તેને "ગુજરાતી ભાખા" અથવા "ગુર્જર અપભ્રંશ" પણ કહેવામાં આવે છે. આધુનિક ગુજરાતી અને રાજસ્થાની ભાષાની પૂર્વજ એવી આ ભાષા ગુર્જર લોકો (જેઓ એ સમયે પંજાબ, રાજપુતાના, મધ્ય ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતા હતા અને રાજ કરતા હતા) બોલતા હતા. ૧૨મી સદીમાં જ આ ભાષા સાહિત્યિક ભાષા તરીકે વપરાવા લાગી. ૧૩મી સદીની આસપાસ તેનું પ્રમાણિત સ્વરૂપ વિકસિત થવા લાગ્યું. નરસિંહ મહેતા(ઈ. સ. ૧૪૧૪-૧૪૮૦) ને પરંપરાગત રીતે આધુનિક ગુજરાતી કવિતાના આદ્યકવિ માનવામાં આવે છે. (૨) મધ્યકાળની ગુજરાતી (ઈ. સ. ૧૫૦૦-૧૮૦૦) : મધ્યકાળની ગુજરાતી (ઈ. સ. ૧૫૦૦-૧૮૦૦) રાજસ્થાની ભાષાથી અલગ પડી. (૩) આધુનિક ગુજરાતી (ઈ. સ.૧૮૦૦-અત્યારે) : ગુજરાતી સાહિત્ય, જે પહેલા કાવ્યને મુખ્ય સાહિત્યરચનાનો પ્રકાર ગણતું, તેમાં ૧૯મી સદીના ત્રીજા ૨૫ વર્ષના ગાળામાં ગુજરાતી માટે શ્રેણીબદ્ધ સીમાચિહ્નો આવ્યા