ગ્રામચેતના પર સૉનેટ
ગ્રામચેતના એટલે ગ્રામીણ
વિસ્તારની સંભાવના શક્તિ. માનવવસ્તીના ભૌગોલિક દૃષ્ટિએ ભાગ પાડી તો શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર એમ બે ભાગ પડે. ગ્રામીણ વિસ્તારની ખૂબીઓ અને ક્ષમતા શહેર કરતાં જુદા છે. ગ્રામચેતના એટલે ગ્રામીણ અસ્મિતા. ગામનું વ્યક્તિત્વ, ગામનું સામર્થ્ય. સમકાલીન વાર્તાકારો નગરજીવન પર વાર્તાઓ લખતા હતા ત્યારે ધૂમકેતુએ ગ્રામ્યજીવનની વિપુલ વાર્તાઓ લખી હતી. પન્નાલાલ પટેલ, રમણલાલ દેસાઈ , કાનજી ભૂટા બારોટ, કવિ દુલા ભાયા કાગ, ચુનીલાલ મડિયા, સુંદરમ, ઉમાશંકર જોશી, રાવજી પટેલ, મોહન પરમાર, મણિલાલ હ. પટેલ, જોસેફ મેકવાન, કિરીટ દૂધાત, ધરમાભાઈ શ્રીમાળી, રમેશ દવે, રામચંદ્ર પટેલ જેવા સાહિત્યકારોની કવિતા, નવલકથા અને વાર્તાઓમાં ગ્રામચેતના જોઈ શકાય છે.