એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની મા કહે : ભાઈ કમાવા જા ને? પોપટ તો ‘ઠીક’ કહીને કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના
એક રાજકુંવર અને એક ગોવાળ. બેય વચ્ચે ભારે ભાઈબંધી. આખો દિવસ બેય સાથે હરેફરે, રમે-જમે, સૂએ-બેસે. ઘડીપળ પણ છૂટા ન પડે. રાજકુંવરે પ્રતિજ્ઞા કરી કે રાજા થઈશ ત્યારે તને જ મારો દીવાન બનાવીશ. ગોવાળ કહે : “ભલે.”