રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગિરનાર પર દીર્ઘ કાવ્ય
ગિરનાર પર્વત એ ભારત
દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમૂહ છે. આ પર્વતમાં પાંચ ઊંચા શિખરો આવેલા છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ ૮૬૬ મંદિરો આવેલા છે. પથ્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે. ‘સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર’ શીર્ષકથી લેખક મધુસૂદન ઢાંકીનું એક અભ્યાસ પુસ્તક છે. લોકસાહિત્યમાં દુહાઓમાં ગિરનારનો મહિમા ગવાયો છે : સોરઠ દેશ ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર ન નાહ્યો દામો- રેવતી, અફળે ગયો અવતાર. સોરઠ શૂરો ન સરજિયો, ન ચડ્યો ગઢ ગિરનાર ન નાહ્યો ગંગા – ગોમતી એનો એળે ગયો અવતાર. (લોકસાહિત્ય) આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા ગિરનાર સાથે સંકળાયેલા છે. ગઈ પેઢીના ગિરનારી કવિ ગજેન્દ્રરાય ગુલાબરાય બૂચે ગિરનાર ઉપર દીર્ઘકાવ્ય રચ્યું છે. સિંહનું પોતીકું રાજ્ય ગણાતું ગિરનાર ધ્રુવ ભટ્ટની નવલકથા ‘અકુરપાર’ની પૃષ્ઠભૂમિ છે. રઘુવીર ચૌધરીએ એક સાહિત્યિક નોંધમાં ‘અકુરપાર’ નવલકથાને ‘ગીરની આત્મકથા’ કહી છે.