Famous Gujarati Children Poem on Ghughra | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘૂઘરા પર બાળકાવ્ય

જાડા પતરાના દાણા પોલા

ગોળાકાર કે અર્ધ ગોળાકાર પાત્રમાં ભરી નાના બાળકને હાથે અથવા પગે બાંધવામાં આવે છે, જેથી બાળક નાચતાં, કૂદતાં જેનો મધુર અવાજ થાય છે. આ સિવાય ધાતુનું કે લાકડાનું બનાવેલું અંદર કાંકરી નાખવાથી ખખડતા બાળકોના એક રમકડાંને પણ ‘ઘૂઘરો’ કહે છે. શાસ્ત્રીય નૃત્યમાં નૃત્ય માટે પગમાં ઘૂઘરા બાંધવા આવશ્યક હોય છે. સ્ત્રીઓનું ઘરેણું. ‘ઘૂઘરા’ નામની એક મીઠાઇ અને તીખી વાનગી પણ હોય છે. ‘ઘૂઘરા મૂકવા’ રૂઢિપ્રયોગનો અર્થ શોભા વધારવી એમ થાય છે અને ‘પગે ઘૂઘરા બાંધવા’ એનો એક અર્થ નાચવું થાય છે તો બીજો અર્થ લાજ શરમ નેવે મૂકવી એમ પણ થાય છે. જ્યારે ‘ઘૂઘરા બાંધી રહેવું’ કે ‘ઘૂઘરા બાંધી રાહ જોવું’ એનો અર્થ અમુક કામ માટે તૈયાર હોવું કે આતુર હોવું એમ થાય છે. લોકબોલીમાં નશામાં મત્ત વ્યક્તિને ‘ઘૂઘરો થઈ ગયેલ’ કહેવાય છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં આંગણે ઘૂઘરા રણકવાનો અર્થ આંગણે બળદગાડી એટલે કે અતિથિ પધાર્યાના સૂચિતાર્થમાં હોય છે. ચુનીલાલ મડિયાની નવલકથા ‘વેળા વેળાની છાંયડી’નું એક વાક્ય જુઓ : ‘વાઘણિયાની સીમમાં અત્યારે ઓતમચંદ શેઠની ઘોડાગાડીના ઘૂઘરા વાગતા હતા. વાઘણિયાથી અમરગઢ સ્ટેશન સુધીનો ગાડામારગ ગાજી ઊઠ્યો હતો...’ આ પ્રમાણે ઘોડા કે બળદના ગળે બાંધેલા ઘૂઘરાનો ઉલ્લેખ ગ્રામ્ય કથાવસ્તુના સાહિત્યમાં સહજ છે. ભજનો અને લોકગીતોમાં ઘૂઘરા વાગવાના જુદાં જુદાં અર્થ મળી આવે છે.

.....વધુ વાંચો