Famous Gujarati Free-verse on Ghatna | RekhtaGujarati

ઘટના પર અછાંદસ

કશુંક ઘટે તે. બનાવ.

હકીકત. સાહિત્યમાં ઘટના ટૂંકી વાર્તા માટે અગત્યનું તત્ત્વ છે. નવલકથામાં ઘટના કે ઘટનાઓનો પ્રવાહ હોય છે. ટૂંકી વાર્તાઓમાં પણ એક કે એકથી વધુ ઘટનાઓ હોઈ શકે. સાહિત્યકૃતિ માટે આવશ્યક છે કે ઘટનાને અતિક્રમી કશુંક રજૂ થાય. કેવળ ઘટના હોય તો એ કૃતિ અખબારી અહેવાલ બની રહે. ગુજરાતી સાહિત્યમાં ‘ઘટના લોપ’ સંજ્ઞા ખૂબ ચગી હતી. સાહિત્યકાર - વિવેચક સુરેશ જોશીએ આ સંજ્ઞા રજૂ કરી હતી. સુરેશ જોશીનું કહેવું હતું કે, વાર્તામાં ઘટનામાંથી વ્યંજના રૂપે કશુંક નિષ્પન્ન થવું જોઈએ અને એ નિષ્પત્તિ એટલી બળુકી હોય કે એમાં ઘટના ઓગળી જાય અથવા ઘટનાનું તિરોધાન થઈ જાય. પણ અમુક લેખકોએ ‘ઘટના લોપ’ શબ્દનો અનર્થ કરી ઘટનાશૂન્ય વાર્તા લખાવા માંડી. આ એવા પ્રયોગ હતા જે વાચકોને ટૂંકી વાર્તાથી દૂર લઈ ગયા. કેમકે ઘટના વગરની વાર્તા વાચકને રસપ્રદ લાગે એની સંભાવના નહિવત્ છે. વાચકને રસ સ્થૂળ ભાષામાં ઘટનામાં પડે છે અને સૂક્ષ્મ શબ્દોમાં ‘સંઘર્ષ’માં પડે છે. આ સંઘર્ષ બે વ્યક્તિ દરમિયાન હોય કે વ્યક્તિ અને પરિસ્થિતિ દરમિયાન હોય. પણ સંઘર્ષ આવશ્યક છે. વાર્તામાંના આ સંઘર્ષને સ્થૂળ ભાષામાં ઘટના કહીએ છીએ. ઘટના હોય પણ વાર્તાની રજૂઆતમાં એ ઘટના ઓગળી જાય અને કથ્ય નીપજે એવો અર્થ અપેક્ષિત છે. સુરેશ જોશીનું કહેવું હતું કે વાર્તામાં ઘટના વાચ્યાર્થથી આગળ વધવી જોઈએ. પણ કમનસીબે અમુક લેખકોએ ‘ઘટના લોપ’નો વાચ્યાર્થ લઈ ઘટનાનો જ વાર્તામાંથી લોપ કરી નાખ્યો. આ ગૂંચવાડાનો ગાળો ટૂંકા સમય માટે રહ્યો પણ એની અસર ઘાતક એ રીતે રહી કે વાર્તાના વાચકો વિમુખ થઈ ગયા. નવલકથા કરતાં વાર્તામાં ઘટનાનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે નવલકથાનો પટ વિશાળ હોવાથી ઘટના ઉપરાંત પાર્શ્વ ભૂ, પાત્રાલેખન અને અન્ય વિગત આલેખવા અવકાશ ઉપલબ્ધ હોય છે. જ્યારે ટૂંકી વાર્તામાં મર્યાદિત શબ્દોમાં વાત સમેટવાની હોવાથી એ ઘટના થકી રજૂ થતી હોય છે.

.....વધુ વાંચો

અછાંદસ(1)