Famous Gujarati Mukta Padya on Garibi | RekhtaGujarati

ગરીબી પર મુક્તપદ્ય

ધનનો અભાવ. આર્થિક નબળાઈ.

ધન કે પૈસો માણસ માટે પાયાની આવશ્યકતા છે. જીવનની જરૂરિયાતો માટે પૈસાની જરૂર પડે એ સિવાય માણસની આર્થિક સ્થિતિ એનું સામાજિક સ્થાન નક્કી કરે છે. ‘નાણાં વિનાનો નાથિયો નાણે નાથાલાલ’ કહેવત આ અંગે સમજાવવું ન પડે એટલી સ્વયં સ્પષ્ટ છે. ગરીબી સામાજિક વિષમતા સર્જે છે જે અનેક વાર્તાઓ અને નવલકથાઓ માટે મુખ્ય વિષય બને છે. વાચ્યાર્થમાં ગરીબી એટલે ધનનો અભાવ પણ ગરીબીના અર્થમાં કોઈ પણ પ્રકારનો અભાવનો સમાવેશ થાય છે. જ્યોતિષ જાનીની નવલકથા ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’માં ‘ગરીબ’ શબ્દનો પ્રયોગ જુઓ કેટલી રીતે થયો છે : “... મારી મા, એનો ફોટો મારી રૂમમાં છે, પરમ શ્રદ્ધાળુ ને સરળ એવી ભલીભોળી સ્ત્રી હોવી જોઈએ. મારા ડેડીની જાહોજલાલી ને રંગીન આદતોને એ સ૨ળ ને ગરીબ સ્વભાવની સ્ત્રી-મારી મા નહિ પોષી શકી હોય...” અને "....આવતી કાલે હું એવો નિર્ણય લઈશ કે યસ ડેડી,’ ને આ ચેક વટાવી બોઇંગ ૭૦૭માં, અનેક ફૂલહાર ઝીલતો હું સ્ટેટ્સ જવા ૨વાના થઈશ કે પછી એકાદ નાના ગામડામાં ગરીબ કૉલેજમાં, ગરીબ પ્રાધ્યાપક બની, એકાદ ગરીબ-સંસ્કારી છોકરી સાથે લગ્ન કરી... શું કરીશ હું આવતી કાલે.." (ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ/જ્યોતિષ જાની) ધનિક વ્યક્તિ પણ લાચાર અને અસહાય સ્થિતિમાં મુકાઈ જઈ શકે અને ત્યારે તેને ‘ગરીબ’ જ કહેવાય છે. એ સિવાય ‘જ્ઞાન દારિદ્રય’ કે ‘માહિતી દારિદ્રય’ જેવા શબ્દો પણ ઉપયોગમાં લેવાય છે

.....વધુ વાંચો

મુક્તપદ્ય(1)