રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગર્ભાવસ્થા પર ગીત
શુક્રાણુ દ્વારા નવો
જીવ ફલિત થાય અને જન્મ પામી વિશ્વમાં આવે ત્યાર સુધીની અવસ્થા. પૌરાણિક સાહિત્યમાં ગર્ભાવસ્થાનું જાણીતું કથાનક અર્જુનનો પુત્ર અભિમન્યુ ગર્ભમાં હતો ત્યારે યુદ્ધનીતિ શીખ્યો હતો એ છે. અભિમાન્યુની માતા સુભદ્રાએ અભિમન્યુ ગર્ભમાં હતો ત્યારે પોતાના ભાઈ કૃષ્ણને સાત કોઠાનું યુદ્ધ કઈ રીતે લડાય એ પૂછ્યું હતું અને કૃષ્ણે સુભદ્રાને એ સમજાવ્યું હતું, જે ગર્ભમાં રહ્યે રહ્યે અભિમન્યુ પણ સમજી ગયો હતો એમ ઉલ્લેખ છે. આ ઘટના રૂપક તરીકે સૂચવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતા જે કોઈ પ્રવૃત્તિ કરે છે એની ગર્ભમાંના બાળ પર ગંભીર અસર પડે છે. સાહિત્યમાં ગર્ભાવસ્થાને લગતા કાવ્યો અને ટૂંકી વાર્તાઓ મળી આવે છે. બાળકનો જન્મ એ જીવન માટે અને સંસાર માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના છે. તેથી સાહિત્યમાં પણ એનું અગત્યનું સ્થાન છે. ગર્ભ પરીક્ષણ અને ગર્ભમાં રહેલ સંતાનના લિંગ વિષે જાણ્યા બાદ ગર્ભપાતનો નિર્ણય લેવાય એ આપણી સામાજિક નાલેશી છે. આ ક્રૂર નીતિ કરુણકથાઓ માટે નિમિત્ત બને છે.