એક વાર શહેરથી દૂર વૃક્ષોની નીચે વાંદરાઓની ખાસ સભા ભરાઈ. એ સભામાં મહાત્મા ગાંધીજીના પેલા ત્રણ વહાલા વાંદરાઓ પણ હાજર રહ્યા હતા. તેમની સામે ફરિયાદ હતી કે તેઓ બાપુજીની શિખામણોને તદ્દન ભૂલી ગયા છે. એ રીતે તેઓએ વાનરજાતિને બદનામ કરી છે.