Famous Gujarati Sonnet on Gagan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગગન પર સૉનેટ

આકાશ. નભ. સાહિત્યમાં

પાત્રને જ્યારે કોઈ ક્ષેત્રમાં કામગીરી માટે છૂટ મળે કે અમર્યાદિત હક્ક મળે ત્યારે તેને જાણે ‘ખુલ્લું ગગન’ મળી ગયું. માણસને માથે મોટી વિપદા આવે પડે તેને ‘આભ તૂટી પડ્યું’ કહે છે. અત્યંત ઊંચી ઇમારતો માટે ‘ગગનચુંબી’ વિશેષણ વપરાય છે. કાવ્યોમાં વરસાદના વર્ણન વખતે ગગન કેવું ગોરંભાયું હતું એ વિશે અચૂક લખાય છે. દાખલા તરીકે : ગગન ઘનથી ગોરંભાયું વિભોર અષાઢનું : લહ૨ મહીં ના ઘેલી, વ્હીલી હવા જલશીતલ. દ્રુમથી નીકળી વ્યોમે માંડે વિહાર વિહંગમ, મયૂર ટહુકે, જાણે હૈયું દ્રવે અનુરાગનું. દડમજલની દોડાદોડી નહીં, નહીં ગર્જન : અવિને તણી વાણીમાંયે ના અધૈર્યની મર્મ૨. (ગગન ઘનથી ગોરંભાયું/ રાજેન્દ્ર શાહ) ગગનની વિશાળતા સાહિત્યકારોને સદૈવ આકર્ષતી રહી છે.

.....વધુ વાંચો