Famous Gujarati Free-verse on Footpath | RekhtaGujarati

ફૂટપાથ પર અછાંદસ

મુખ્ય માર્ગના બંને છેડે

રાહદારીઓને ચાલવા માટેની માર્ગથી સહેજ ઊંચી નિયત જગ્યા. ફૂટપાથ શહેર સંસ્કૃતિનીની દેણ છે. શહેરમાં વાહનોની સંખ્યા એટલી બધી હોય છે કે પગે ચાલતા માણસો માટે માર્ગ પર ચાલવું જોખમી થઈ પડે માટે માર્ગની ધારે ફૂટપાથ રચવામાં આવે. ફૂટ એટલે પગ અને પાથ એટલે રસ્તો : પગરસ્તો, પગે ચાલનારાઓ માટે રસ્તો. આ ફૂટપાથ પર વાહન અતિક્રમણ ન કરી શકે એ માટે એનું બાંધકામ વાહનના માર્ગથી સહેજ ઊંચાણમાં કરવામાં આવે છે. ફૂટપાથને કારણે વાહનધારી અને પદચારી એમ માર્ગના બે ભાગ પડી જાય છે, જે પ્રતીકાત્મક રીતે સહિત અને રહિત એમ બે ભાગ કહી શકાય. સાહિત્યકૃતિઓમાં અમીર અને ગરીબને એક સ્તરે મૂકવાનું ફૂટપાથ નિમિત્ત બને છે.

.....વધુ વાંચો