Famous Gujarati Metrical Poem on Fariyaad | RekhtaGujarati

ફરિયાદ પર છંદોબદ્ધ કાવ્ય

શબ્દશ: જોઈએ તો ફરિયાદ

એટલે કશુંક અનુચિત કે અન્યાયી વર્તન થયું હોય એની રજૂઆત. આ શબ્દ કાનૂની કાર્યવાહીમાં ખૂબ વપરાય છે. ફરિયાદ કાનૂની સિવાય સામાજિક, સામાન્ય વહેવાર કે સ્વજનો તરફથી પણ હોઈ શકે. ફરિયાદ જેવી નકારાત્મક સંજ્ઞામાં પણ ભારોભાર ભાવુકતા સમાઈ છે. પ્રિયજનની ફરિયાદમાં પ્રણય છલકાતો હોય છે. લોકબોલીમાં આ પંક્તિઓ ખૂબ જાણીતી છે : શું કરું ફરિયાદ તારી ફરિયાદમાં ફરી યાદ છે ફરી ફરી યાદ આવે તારી, એજ મારી ફરિયાદ છે. (લોકબોલી) ** કલાપીએ તો ‘ફરિયાદ શાની છે’ એવા રદીફ સાથે ગઝલ આપી છે, જુઓ બે શેર : અરેરે! ઊડતું ખંજર દિલે ઝૂંટી હલાવ્યું મેં, ઊપડતો હાથ છે ત્યારે? હવે ફરિયાદ શાની છે? વહે તો ખૂન છો વહેતું, નહિ તો છો ઠરી રહેતું! સહેવો દાગ કાંઈ એ, અરે! ફરિયાદ શાની છે? (ફરિયાદ શાની છે? / કલાપી) ** વહુ સાસુને કેવી ફરિયાદ કરે છે એ ગીતના આ અંશમાં જુઓ : બાઈજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે. હું મૂઈ રંગે શામળી ને લાડમાં બોલવા જઉં, હાલતાં ચાલતાં બોલ વ્હાલપના પરણ્યાજીને કઉં. (ફરિયાદ / લાલજી કાનપરિયા) ** ફરિયાદમાં અપેક્ષાભંગનું દુઃખ સમાયેલું છે. અપેક્ષા અને ઉમેદ કથાસાહિત્ય માટે પ્રેરકતત્ત્વ છે. અનેક લાંબી ટૂંકી કથાઓ આ ભાવ પર રચાઈ છે.

.....વધુ વાંચો

છંદોબદ્ધ કાવ્ય(1)