Famous Gujarati Mukta Padya on Faliyu | RekhtaGujarati

ફળિયું પર મુક્તપદ્ય

‘ફળિયું’ કે ‘ફળિયા’

ગામમાં ઘરોના સમૂહ અથવા મહોલ્લા માટે વપરાતો એક શબ્દ છે, જેમાં ચોક્કસ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મના એક કરતાં વધુ કુટુંબોના ઘર હોય છે. ગ્રામ્ય સંસ્કૃતિનો આ શબ્દ લોકગીત અને લોકકથાઓમાં હોય છે. ‘નહીં મેલુ રે, તારા ફળિયામાં પગ નહીં મેલુ’ ગરબો બહુ જાણીતો છે. અનિલ જોશીના કન્યા વિદાયના લોકપ્રિય ગીતની પંક્તિઓ સહેજે યાદ આવી જાય : સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે– પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત (અનિલ જોશી)

.....વધુ વાંચો