Famous Gujarati Ghazals on Fakiri | RekhtaGujarati

ફકીરી પર ગઝલો

ફકીરપણું. ફકીર એટલે

ઘર, પરિવાર કે કોઈ પણ કારકિર્દી, આજીવિકા અને જવાબદારી વિનાનું જીવન જીવતો માણસ. સાધુ સમાન. જીવનના આવા અભિગમને ‘ફકીરી’ કહેવાય. હિન્દુ ધર્મમાં સાધુ કહે છે તેવા લોકોને ઇસ્લામ ધર્મમાં ‘ફકીર’ કહે છે. મુસ્લિમ સૂફીઓએ આ રીતે વ્યાખ્યા કરી છે : ફકીર એ છે જે અલ્લાહ સિવાય કોઈ વસ્તુથી સંતોષ પામતો નથી. લોકબોલી અને સાહિત્યમાં આ વિશેષણ કેવળ ફકીર માટે નથી વપરાતું, બલકે કોઈ સંસારી માણસ હોય અને તેમ છતાં જીવન કોઈ મોહ, સ્વાર્થ કે આસક્તિ વિના જીવતો હોય એને માટે પણ વાપરી શકાય. પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તા ‘ફકીરો’(૧૯૫૫) અને પછી એ જ શીર્ષકથી લખાયેલી લઘુનવલનો નાયક શરૂઆતમાં ફકીર જેવું જીવન જીવે છે અને પછી લગ્ન કરે છે તેમ છતાં એનો અભિગમ ફકીરીનો જ રહે છે. કવિ કલાપીએ ગાયું છે : અરે ઉલ્ફત! અયે બેગમ! લીધી દિલબર હતું લાઝિમ? હતું જે બેહિશ્ત થઈ જહાન્નમ : ફકીરી હાલ મ્હારો છે! (ફકીરી હાલ / કલાપી) અને બેફામ : ફકીરી હાલ છે મારો, કશી મિલકત વિનાનો છું, મને ના લૂંટ ઓ દુનિયા, કે હું ખાલી ખજાનો છું… (બેફામ) સંત દેવીદાસના ભજનની પંક્તિઓ છે : કોણ તો જાણે, દેવીદાસ જાણે આજે મારે હાલ ફકીરી માલમી બન્યા બીજું કશું જાણે! જળની માછલિયું અમે પવને સંચરિયું ખરી તો વરતી મારી નહીં ડોલે આજ મારે હાલ ફકીરી. — માલમી૦. (પુરાતન જ્યોત / સં : ઝવેરચંદ મેઘાણી)

.....વધુ વાંચો