Famous Gujarati Ghazals on Ekalata | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એકલતા પર ગઝલો

એકલા પડી જવું. અન્ય

સાથે સંવાદ ન કરી શકવું. આધુનિક યુગની સાહિત્યિક કૃતિઓ ‘એકલતા’થી ઉભરાય છે કેમકે સમાજશાસ્ત્રની દૃષ્ટિએ પણ વિજ્ઞાનના ઉત્કર્ષ બાદ અનેક આવિષ્કારો અને યંત્ર વ્યવસ્થાના વિકાસ બાદ ઉદ્યોગોના વિશાળ પાયે નિર્માણ, શહેરીકરણ અને આજીવિકા રળવાના બદલાયેલા અને સર્જાયેલ પરિમાણોમાં માણસ માણસથી કપાઈને એકાકી બનતો ગયો. અતિઆધુનિક યુગમાં વીજાણુ ઉપકરણોને કારણે અગાઉ મનોરંજન માટે લોકો સમૂહમાં ભેગા થતાં તેના સ્થાને વ્યક્તિગત રીતે મનોરંજન મેળવવાના વિકલ્પ વધ્યા. આમ એકાધિક કારણોસર માણસ એકલો રહેવા માંડ્યો અથવા એકલો પડી ગયો. આ એકલતા વિશાળ સ્તર પર અસર પાડે એટલી મોટી માત્રામાં છે. માટે સાહિત્યકૃતિઓમાં વિષય બને એ સાહજિક છે. કૃષ્ણ પ્રીતિના કાવ્યો કૃષ્ણના મથુરાગમન પછી કૃષ્ણ વિરાહથી પીડાતી ગોપીઓની એકલતાથી ઉભરાય છે. જ્યારે આધુનિક સાહિત્યમાં નગરજીવનમાં એકલતાની પીડા રજૂ કરતાં કાવ્યો અને વાર્તાઓના અનેક ઉદાહરણ મળી આવે. હિમાંશી શેલતની ટૂંકી વાર્તા ‘સુવર્ણ ફળ’માં બે વયસ્ક બહેનો એકલતાના ભિન્ન અંતિમ પર રજૂ થાય છે. વીનેશ અંતાણીની ટૂંકી વાર્તા ‘શ્વાસનળીમાં ટ્રેન’ પ્રિયતમાને અન્યને સોંપી એકલતા અનુભવતા નાયકની વાત છે. ઝવેરચંદ મેઘાણીની ટૂંકી વાર્તા ‘અલ્લા મિયાંની ટાંક’માં પોતાના મિત્ર તરફ પ્રિયતમા ઢળી જતાં સર્જાતી એકલતાની વાત છે. સુંદરમની ‘ખોલકી’ વાર્તામાં ઉમંગથી ભરેલી નવી વહુ પતિના પારંપારિક ઉપેક્ષાના વ્યવહારથી કેવી એકલી પડી જાય છે એનું સૂચન કેવળ એક સંવાદથી થયું છે. એમ કહી શકાય કે એકલતા સાહિત્યકૃતિનો એક નિયમિત વિષય છે.

.....વધુ વાંચો