રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદુર્દશા પર ગઝલો
ખરાબ સ્થિતિ, માઠી અવસ્થા,
આર્થિક કે માનસિક નબળાઈની સ્થિતિ. કવિઓ પ્રણયભંગના કાવ્યોમાં દુર્દશાનું વર્ણન કરે છે અને કથાસાહિત્યમાં દુર્દશા નાયક માટે એનું નાયકપણું સિદ્ધ કરવાનો અવસર છે! કઈ રીતે કપરા સંજોગોને પાર કરી નાયક પોતાની મંઝિલ પામે છે એ વિષય પર આખેઆખી નવલકથાઓ લખાઈ છે જે લોકપ્રિય થઈ છે. જેમકે ઝવેરચંદ મેઘાણીની ‘વેવિશાળ’ કે ચુનીલાલ મડિયાની ‘વેળાવેળાની છાંયડી.’ રાધેશ્યામ શર્માની ‘ફેરો’ નવલકથામાં નાયકની એવી દુર્દશાનો ચિતાર છે જેનો કોઈ સગવડિયો કે તાલમેલિયો છેડો આપી લેખકે સુખાંતના મોહમાં ન પડી વાસ્તવિકતાની નજીક રહે છે. પન્નાલાલ પટેલની નવલકથા ‘મળેલા જીવ’માં જીવી એવી દુર્દશામાં મુકાઈ જાય છે કે જીવીને ચાહતો નાયક પણ અસહાય બની જાય છે. દુર્દશા બાબત મરીઝનો આ શેર જનસામાન્યને પણ હોઠે છે : બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે (મરીઝ) નવલકથા જેવા વિશાળ પટ ધરાવતા કથાપ્રકારમાં દુર્દશા મુખ્ય પાત્રનું ચરિત્ર નાણવા (સરસ્વતીચંદ્ર-ગોવર્ધનરામ ત્રિપાઠી), કરૂણ રસ બહેલાવવા (વેળા વેળાની છાંયડી–ચુનીલાલ મડિયા) અને નાટ્ય સર્જવામાં (જનમટીપ–ઈશ્વર પેટલીકર : નાટ્ય અને વાસ્તવદર્શન) સહાયકારક ઠરે છે.