Famous Gujarati Ghazals on Durbhagya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દુર્ભાગ્ય પર ગઝલો

કમનસીબ. દુર્દશા જેવી

જ સ્થિતિ. વ્યથા કે દુઃખના ગીત કવિતાઓમાં દુર્ભાગ્યનો ઉલ્લેખ કે સંદર્ભ સાહજિક જ આવવાનો અને કથાસાહિત્યમાં દુર્ભાગ્ય નિયમિતપણે દેખા દે છે, કેમકે કથામાં કશુંક બનતું હોય છે. ન બનવા જેવું બને એ વળાંકો કથાને અનપેક્ષિત વેગ કે નાટ્ય આપે છે. અને ન બનવા જેવું બને એ દુર્ભાગ્ય તરીકે ઓળખાતું હોય છે. જેમકે સરસ્વતીચંદ્ર અને કુમુદ એક ન થઈ શક્યા એ ‘દુર્ભાગ્ય’ સરસ્વતીચંદ્ર નવલકથાનો એક અવિસ્મરણીય અને કરૂણ વળાંક તો છે જ બલકે વાર્તાને ગતિ આપનાર તત્ત્વ પણ છે. સુંદરમની વાર્તા ‘માને ખોળે’ નાયિકા શબુના દુર્ભાગ્યની કથની છે. આલ્બેર કામુની ‘આઉટસાઇડર’ નવલકથા વાંચતાં એમ લાગે કે નાયક દુર્ભાગ્યનો શિકાર છે, પણ જેમ જેમ નવલકથા આગળ વધે છે અને પૂરી થાય છે આપણને લાગે છે કે નાયક સિવાયના સહુ, આખો સમાજ જ દુર્ભાગ્યના શિકાર છે કે કેમ!

.....વધુ વાંચો