Famous Gujarati Children Stories on Dungar | RekhtaGujarati

ડુંગર પર બાળવાર્તાઓ

ખૂબ ઊંચો ટેકરો અથવા

પર્વત કરતાં ઓછી ઊંચાઈવાળો ઉપસેલો હિસ્સો. નડતર કે અંતરાય માટે ‘ડુંગરની જેમ આડે આવવું’ કહેવાય છે. લોકગીત અને ગરબાઓમાં માતાજીનું સ્થાનક ઊંચા ડુંગરે હોઈ એ સૂચિતાર્થ વાળી અનેક રચનાઓ છે. ડુંગરનો અર્થ મોટો ઢગલો પણ થાય છે. માટે કોઈના માથે ખૂબ દુઃખ વીતે ત્યારે ‘દુઃખના ડુંગર તૂટી પડ્યા’ કહેવાય છે. ડુંગરાની ઓથ ડાકુઓ માટે સંતાવાનું આદર્શ સ્થળ છે. માટે ડાકુ સંબંધિત સાહિત્યમાં ડુંગરાઓનું વર્ણન અચૂક હોવાનું.

.....વધુ વાંચો