Famous Gujarati Ghazals on Dua | RekhtaGujarati

દુઆ પર ગઝલો

ઉર્દૂ ભાષામાં પ્રાર્થનાને

‘દુઆ’ કહે છે. પણ ‘દુઆ’ માત્ર પ્રાર્થના પૂરતો સીમિત શબ્દ નથી, વાક્યમાં જે રીતે વપરાય છે એના થકી એના ભિન્ન અર્થ બને છે. દુઆ કોઈ માંગે ત્યારે પ્રાર્થના પણ દુઆ કોઈ આપે ત્યારે તે આશીર્વાદ અને દુઆ–સલામ પૂછવામાં આવે ત્યારે ક્ષેમ કુશળની પૃચ્છા. ઉપરાંત ઇસ્લામ ધર્મમાં જુદા જુદા પ્રસંગો માટે જુદી જુદી દુઆ છે. દુઆ ભાવ સંજ્ઞાનું બીજું અંતિમ છે બદદુઆ – કોઈનું અનિષ્ટ ઇચ્છવું, વેઠેલા દર્દ, પીડા કે અન્યાયનો પડઘો જવાબદાર વ્યક્તિ પર પડે એમ ઇચ્છવું. આમ, દુઆ વ્યવહાર જગતના ઘણાં પાસાઓ આવરી લે છે. ઉર્દૂ શબ્દ હોવાથી ગઝલ કે કાવ્ય સિવાય કથાસાહિત્યમાં ‘દુઆ’ શબ્દ ઓછો વપરાય છે સિવાય કે પાત્ર મુસ્લિમ હોય ત્યારે તેની ભાષા વાસ્તવિક લાગે એ માટે વપરાય. ‘દુઆ’ શબ્દ વાળી કેટલીક પંક્તિઓ : દુઆ ને પ્રાર્થના યોજે છે લોકો ઢોલ પીટીને; આ મારી આંખ ભીની છે ને શોધે છે નગર પાણી. (નાશાદ) *** હું મારા દુશ્મનોને બદદુઆ પણ નથી દઈ શકતો, સળગી જાય છે ત્યારે બિચારા દાઝ રાખે છે (બેફામ)

.....વધુ વાંચો