Famous Gujarati Children Stories on Dosti | RekhtaGujarati

દોસ્તી પર બાળવાર્તાઓ

મૈત્રી. મિત્રતા બે વ્યક્તિ

વચ્ચે પણ હોય, પ્રાણીઓ વચ્ચે પણ હોય અને વ્યક્તિ અને પ્રાણી વચ્ચે પણ હોય. મૈત્રીનો મહિમા પ્રેમથી વધુ કરવામાં આવ્યો છે, કેમકે પ્રેમમાં પણ અપેક્ષા તો હોય જ છે, જ્યારે દોસ્તી અપેક્ષા વગરની હોઈ શકે છે. અપેક્ષા વગરનો ગાઢ સંબંધ અનેકવિધ સંભાવના ધરાવતી સાહિત્યકૃતિ માટે પ્રેરક છે. કોઈ અપેક્ષા વગરના સંબંધમાં પણ કોઈ એક પાત્ર દગો દે ત્યારે અતિનાટ્યાત્મક વળાંક મળે છે. આથી કવિતા–વાર્તા–નવલકથામાં આ સંબંધ સારો એવો વણાયો છે. મોહમ્મદ માંકડની ટૂંકી વાર્તા ‘હિંમત મારો દોસ્ત’ સહેજે યાદ આવી જાય. રાવજી પટેલ, રમેશ પારેખ, નર્મદ, બ. ક. ઠા. મણિલાલ દેસાઈ, કલાપી જેવા અનેક કવિઓ વિષે એમના મિત્રોએ સ્મૃતિકાવ્ય રચ્યાં છે.

.....વધુ વાંચો