ડોસી પર બાળવાર્તાઓ
વૃદ્ધ સ્ત્રી. ગુજરાતમાં
ઘણા સ્થાને લોકબોલીમાં મા માટે વિકલ્પે બોલાતો શબ્દ ‘ડોસી’ છે. વધુ વયની સ્ત્રીને ઉપાલંભમાં ડોસી કહે છે. ‘ડોસી મરે એનું દુઃખ નથી પણ જમ ઘર ભાળી જાય એનો ભય છે’ એવી કહેવત છે જેનો અર્થ છે શત્રુને ધાર્યું નુકસાન કરવા માટેના સ્થળ કે સ્થિતિ બાબત માહિતી મળી જશે. વયસ્ક દંપતી વિશેનું સુરેશ દલાલનું કાવ્ય, ‘કમાલ કરે છે! એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે...’ ખૂબ લોકપ્રિય છે. બાળવાર્તાઓમાં ડોસી એક નિયમિત પાત્ર છે.
બાળવાર્તા(11)
-
દીકરીને ઘરે જાવા દે
એક હતી ડોશી. તે પોતાની દીકરીને ત્યાં જવા નીકળી. જતાં-જતાં રસ્તામાં તેને એક વાઘ મળ્યો. બાઘ કહે : “ડોશી ડોશી! તને ખાઉં.” ડોશી કહે : “દીકરીને ઘેર જાવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે.
-
શીતપરી
પરીઓનો આ દેશ પ્યારો, પરીઓનો આ દેશ; રમતી ભમતી-પરીઓનો આ છે પ્યારો દેશ સુરપરીની વાત કરું કે રંગપરીની વાત? દેવપરીની વાત કરું કે ફૂલપરીની વાત? જલપરીની વાત કરું કે ચાંદપરીની વાત? વનપરીની વાત કરું કે મીનપરીની વાત? આવી પ્યારી અનેક પરીઓ, કોની કરશું વાત? આવો
-
સાત પૂંછડિયો ઉંદર
એક હતો ઉંદર. એને સાત પૂંછડી હતી. એક વાર એની માએ એને નિશાળ મોકલ્યો. નિશાળે છોકરાં ઉંદરની સાત પૂંછડી જોઈને એને ખીજવવા લાગ્યાં : “સાત પૂંછડિયો ઉંદર, ભાઈ, સાત પૂંછડિયો ઉંદર! સાત પૂંછડિયો ઉંદર. ભાઈ,
-
ટશુકભાઈની વાર્તા
એક ડોશી હતી. એક વાર પાદર જાજરૂ જવા ગઈ. પાદર ચીભડાંના વેલા બહુ થાય હતા. તેમાં તેણે એક ચીભડું દીઠું. ચીભડું ખાવાનું મન થયું એટલે ડોશીએ તે તોડીને ઘેર આણ્યું. ડોશી તો હાથપગ ધોઈને જ્યાં ચીભડું ખાવા જાય છે ત્યાં ચીભડું બોલ્યું : “મા મા! મને
-
ટાઢા ટબૂકલાની વાર્તા
એક ડોશી હતી. તે એક કૂબામાં રહેતી હતી. વરસાદના દિવસો આવ્યા અને વરસાદ બહુ થયો. એટલે ડોશીના કૂબામાં ચારેકોર ચૂવા લાગ્યું, અનેક, ઠેકઠેકાણે પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં. ડોશીને ચૂવાથી બહુ જ ત્રાસ થવા લાગ્યો : ચૂવાનાં ટીપાં
-
દીકરો
એક હતા પટેલ. એક હતાં પટલાણી. પટેલનું નામ પસાભાઈ, ને પટલાણીનું નામ પસીબહેન. આ બેઉ ધણી-ધણિયાણીને કોઈ છોકરું-છૈયું નહિ એટલે મનમાં સદાય ચિંતા રહ્યા કરે કે, ઘડપણ તો આવ્યું. હવે આપણી
-
ઢબુનો ધણી
એક ડોસો ને એક ડોસી બેઉ આડોશપાડોશમાં રહેતાં. ડોસી પાસે એક મરઘી હતી ને ડોસા પાસે મરઘો. ડોસીની મરઘી તો રોજ દિવસમાં બે વાર ઈંડાં મૂકે. ડોસી એની ભાત ભાતની વાનગીઓ બનાવે, ખાય અને તાજીમાજી થાય. પાડોશી બિચારો તાકી રહે. એના
-
ડોસીમાની રોટલી
એક હતું શહેર. આ શહેરમાં એક પોળ. એની એક ગલીમાં એક ડાઘિયો કૂતરો, કૂતરી અને ચાર સરસ કુરકુરિયાં રહે. એ ગલીનાં નાનાંનાનાં છોકરાંઓ તો આખો દહાડો કુરકુરિયાંને રમાડે. કૂતરો અને કૂતરી આજુબાજુથી જે કાંઈ મળે તે લાવે. પોતે ખાય અને થોડું થોડું કુરકુરિયાંને
-
હેમલતા
હેમલતા એક હતા રાજા. એને સૌ વાતે સુખ હતું; પણ એક વાતની ખામી હતી. એને કૈં સંતાન ન હતું. એણે ભગવાનની ભારે ભક્તિ કરી. ભગવાન એના પર પ્રસન્ન થયા અને વરદાન આપ્યું