Famous Gujarati Free-verse on Diwali | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દિવાળી પર અછાંદસ

દિવાળી દેશનો મુખ્ય તહેવાર

છે. હિન્દુઓનો પ્રમુખ તહેવાર અને ગુજરાતીઓ હોંશે હોંશે ઉજવે છે. દિવાળીના પાંચ દિવસ સુધી ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રજા જેવું વાતાવરણ રહે છે. મેળાઓ યોજાય છે. લોકો એક બીજાને મળે છે – મીઠાઈઓ આપે છે. નોકરી કરતા લોકોને બોનસ મળે છે – અને આ બધી જ વિગત સાહિત્ય માટે ઘણી ફળદ્રુપ છે – દિવાળીના આનંદ કે દિવાળી જેવા શુભ અવસર પર કોઈ નુકસાન વગેરે ઉત્તમ નાટ્ય પૂરું પાડતા તત્ત્વ બની રહે છે. રાધેશ્યામ શર્માની વાર્તા ‘નૂતન વર્ષાભિનંદન’માં દિવાળીના માહોલમાં એક જેલવાસીના બાળકની નવા વર્ષના અભિનંદન કાર્ડ રસ્તા પર ઊભા ઊભા વેચવાની મથામણનું ચિત્ર છે. ઉશનસના કાવ્ય ‘વળાવી બા આવી’માં દિવાળી ટાણે ઘરે ભેગા થયેલા સ્વજનો પરત પોતાના કામે/ ઘરે પાછા ફરતા ઘરમાં ફેલાતા સુનકારની વાત છે : ‘.... રજાઓ દિવાળીતણી થઈ પૂરી, ને ઘરમહીં દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં જવાનાં કાલે તો, જનકજનની ને ઘ૨ તણાં સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ...’ (વળાવી બા આવી/ ઉશનસ્) ચંદ્રવદન મહેતાના ઈલાકાવ્યોમાં પણ દિવાળીનો ઉત્સવ છે : ‘સુણ્યા નથી તેં વીજના કડાકા? એ સ્વર્ગમાંના ફૂટતા ફટાકા! ત્યાં વાદળવાદળીઓ અફાળી સૌ દેવબાલો ઊજવે દિવાળી.’ ‘તું બ્હેન જ્યારે કદી લે અબોલા, ઝીલું ન તારાં વચનો અમોલાં; મૂંગા ફટાકા દિલમાંહી ફૂટે ને એ સમે તો ઉરતંતુ તૂટે.’ (ઈલાકાવ્યો/ચંદ્રવદન મહેતા) કોઈને હિસાબ આપવાનો ન હોય એવા ખર્ચ માટે ‘કોના બાપની દિવાળી’ એવો રૂઢિપ્રયોગ છે.

.....વધુ વાંચો