Famous Gujarati Free-verse on Divo | RekhtaGujarati

દીવો પર અછાંદસ

દીવાના વ્યક્તિગત, પારિવારિક

અને સામાજિક ભરપૂર સંદર્ભો છે. દીવો અંધારામાં એક સહાય, એક આશા અને હિંમત આપનાર સાધન છે. આ બધા જ તત્ત્વોની જીવનમાં અવારનવાર જરૂર પડે છે માટે દિવાના શબ્દશઃ અર્થ ઉપરાંત જીવન સંઘર્ષમાં સહાય, આશા અને હિંમત આપનાર વ્યક્તિ કે પ્રવૃત્તિ માટે દીવાનું વિશેષણ છૂટથી વપરાય છે. મધ્યકાલીન યુગના ભક્ત કવિ રણછોડના એક ભજનની પંક્તિઓ છે : દિલમાં દીવો કરો રે, દીવો કરો. કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં૦. દયા–દિવેલ, પ્રેમ–પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો; મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં૦. દિલમાં દીવો કરો/ રણછોડ ભોગીલાલ ગાંધીની ખૂબ જાણીતી પ્રાર્થના શબ્દો પણ કઈંક આવા જ છે, એનો અંશ : તું તારા દિલનો દીવો થાને, ઓ રે, ઓ રે, ઓ ભાયા! -તું તારાo રખે કદી તું ઊછીનાં લેતો પારકાં તેજ ને છાયા એ રે ઊછીનાં ખૂટી જશે, ને ઊંડી જશે પડછાયા. – તું તારાo (આત્મદીપો ભવ/ ભોગીલાલ ગાંધી) જૂની અને નવી રંગભૂમિના સેતુરૂપ મનાતા નાટ્યકાર પ્રાગજી ડોસાના એક સફળ નાટકનું નામ ‘ઘરનો દીવો’ (૧૯૫૨) હતું. એમાં તત્કાલીન આર્થિક પરિબળોમાં ગૂંચવાતાં, ગૂંગળાતાં પાત્રોનું ચિત્રણ છે અને નારીગૌરવનું યથાર્થ મૂલ્ય નિરૂપાયું હતું. લઘુકથા ક્ષેત્રે વિપુલ અને પાયાનું કામ કરનાર ઈજ્જત કુમાર ત્રિવેદીના એક લઘુકથા સંગ્રહનું નામ ‘ઘરદીવડા’ છે.

.....વધુ વાંચો