Famous Gujarati Bhajan on Dil | RekhtaGujarati

દિલ પર ભજન

દિલ એટલે હૃદય. શરીરનું

સંચાલક અંગ. વ્યવહારમાં પ્રેમ–પ્રણય વ્યક્ત કરતું અંગ. પ્રેમ ખરેખર તો એક સંવેદન છે, ભાવ છે, ભાવના છે અને સંવેદન અને ભાવનાને ‘દિલ’ જોડે કશો સંબંધ નથી. પ્રેમ કે કોઈ પણ સંવેદન મગજની નીપજ છે. કોઈ પણ સંવેદનની અસર હૃદય પર થાય છે. ઉત્સાહ, ઉન્માદ, ભય, આંનદ, ક્રોધ વગેરે અનુભવતી વેળા હૃદયના ધબકારાઓ ઝડપી કે મંદ થઈ જાય છે. આ અસર એટલી મુખરિત હોય છે કે જાણે આ ભાવ હૃદયમાં જ જન્મતા હોય એમ માની લેવાયું છે અને વ્યવહારમાં આ અવાસ્તવિક બાબત પ્રચલિત થઈ ગઈ છે કે દિલ એટલે ભાવનાનો સ્રોત અથવા પ્રેમનો વાસ હોય એ અંગ. દિલ પ્રેમનો પર્યાયવાચી શબ્દ બની ગયો! આમ થવાનું કારણ કદાચ સૌંદર્યદૃષ્ટિ પણ હોઈ શકે. પ્રેમનું સ્થાન એક ભાવગ્રંથિ તરીકે મગજમાં છે એ સત્ય હોવા છતાં મારા હૃદયમાં પ્રેમ ઉભરાય છે એમ કહેવાને સ્થાને મારા મગજમાં પ્રેમ ઉભરાય છે કહેવું સાચું હોવા છતાં, ખૂબ વિચિત્ર અને તદ્દન બિનઆકર્ષક જણાશે. આટલી મૂળ સ્પષ્ટતા સાથે સમજીએ કે લોકબોલી અને સાહિત્યમાં ‘દિલ’ શબ્દને ખૂબ લાડ મળ્યા છે, કેમકે પ્રણય–પ્રેમ એ જનસામાન્ય અને સાહિત્યકારોનો પ્રિય વિષય રહ્યો છે. નવોદિત કવિ કવિતાના વિષય તરીકે અચૂકપણે પ્રેમની વાત જ માંડે છે. માટે વિખ્યાત કવિ રિલ્કેએ નવકવિઓને સલાહ આપી હતી કે ‘પ્રેમ પર કવિતા ન લખશો.’

.....વધુ વાંચો