રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદીકરી પર બાળવાર્તાઓ
સંતાન માત્ર સહુને પ્રિય
હોય પણ સંતાન દીકરી હોય ત્યારે એમ લાગણીનો એક જુદો ભેગ પણ ભેળવાય. દીકરીને કોઈ ગમે એટલા લાડમાં રાખવા માંગે કે એનું ધાર્યું બધુ કરવાની છૂટ આપે પણ સામાજિક નીતિનિયમો અનુસાર એક તબક્કે એ યુવાન થતાં એને પરણાવી પારકે ઘેર મોકલવી પડે જ્યાં એ દીકરીના માતાપિતા પોતાની કોઈ મમત ચલાવી ન શકે. દીકરી ને સાસરું કેવું મળે છે એના પર એના ભવિષ્યનો, એના આંનદનો આધાર રહે છે. સાસરું સહુ સારું જ શોધે પણ સારું જ હોય એની ખાતરી નથી હોતી. આ અનિશ્ચિતતા દીકરી માટે એક વિશેષ લાગણી સર્જે છે અને આપણી કવિતાઓ વાર્તાઓમાં એ પડઘાય છે. કન્યાવિદાયનું બાલમુકુન્દ દવેનું કાવ્ય ‘પીઠી ચોળી લાડકડી, ચુંદડી ઓઢી લાડકડી’ બહુ જાણીતું છે. કાંતિ પટેલના સંપાદનમાં પુત્રીના સંસ્મરણો પર વિવિધ લોકોના લેખનું ‘દીકરી મારી વ્હાલનો દરિયો’ (૨૦૧૭) પુસ્તક પ્રકાશિત થયું અને ખાસ્સું લોકપ્રિય થયું. એ પછી આ વિષયના પુસ્તકોની ભરતી આવી ગઈ હતી. દીકરી મરિયમના પત્રની રાહ જોતો ધૂમકેતુની ‘પોસ્ટઑફિસ’ વાર્તાનો અલી ડોસો અને ઈશ્વર પેટલીકરની વાર્તા ‘લોહીની સગાઈ’ના અમરત કાકી અને એમની ગાંડી દીકરી મંગુ અહીં સહેજે યાદ આવી જાય. (વધુ માહિતી માટે જુઓ : છોકરી)