રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોધીરજ પર બાળવાર્તાઓ
સ્વસ્થતા, ઉતાવળિયું
વલણ ન રાખવું. મહાભારતમાં યક્ષપ્રશ્નનો પ્રસંગ યુધિષ્ઠિરના અદ્ભૂત ધૈર્યનો પરિચય કરાવે છે. ચાર ભાઈઓના મૃતદેહ આંખો સામે પડ્યા હોય ત્યારે થતાં દુઃખ કે આક્રોશ પર સંયમ રાખી યુધિષ્ઠિર યક્ષના તત્ત્વપૂર્ણ પ્રશ્નોના ધીરજપૂર્વક જવાબ આપે છે એ અત્યંત અસરકારક નાટ્ય સર્જે છે. પરદેશ ગયેલા પિયુની ધીરજપૂર્વક રાહ જોતી નાયિકાઓ લોકગીત, લોકસાહિત્ય અને કાવ્યકથાઓમાં ખૂબ માત્રામાં છે. ધીરજની જરૂર માત્ર પ્રિયજનની પ્રતિક્ષામાં જ નથી પડતી. ખરાબ સમય પાર કરવા સંઘર્ષ કરતો માણસ ધીરજપૂર્વક પોતાનો સારો સમય આવે એની રાહ જોતાં મહેનત કરે એ બાબત પર લોકપ્રિય નવલકથાઓ લખાઈ છે. જેમ કે ‘વેળા વેળાની છાંયડી’(૧૯૫૬, ચુનીલાલ મડિયા), શત્રુપક્ષની નાયિકા તિરસ્કાર અને દુશ્મનાવટ તજી પ્રણય ભાવ કેળવે એની રાહ જોતો ‘પૃથ્વી વલ્લભ’ (૧૯૨૦, કનૈયાલાલ મુન્શી) નવલકથાનો નાયક રાજા મુંજ. ‘પોસ્ટઑફિસ’ (૧૯૨૩, ધૂમકેતુ) વાર્તામાં પરણીને સાસરે ગયેલી પુત્રી મારિયાના પત્રની ધીરજપૂર્વક અલી ડોસો રાહ જુએ છે. રઘુવીર ચૌધરીની નવલકથા ‘અમૃતા’(૧૯૬૫)માં નાયિકા અમૃતા ઉદયનને ચાહે છે, પણ ઉદયન અમૃતા પરિપક્વ થાય એની ધીરજપૂર્વક રાહ જુએ છે! આમ ધીરજના વિવિધ સ્વરૂપ સાહિત્યમાં ઉપસ્થિત છે.