Famous Gujarati Children Stories on Dhingli | RekhtaGujarati

ઢીંગલી પર બાળવાર્તાઓ

સ્ત્રી રૂપની નાની પૂતળી

જે કાપડ કે લાકડાની બનેલી હોય. એ સિવાય રેંટિયામાં ત્રાક ફેરવવા માટેનું સાધન. લોકબોલીમાં ઓછા કદની યુવતી કે સ્ત્રીને પણ ‘ઢીંગલી’ કહે છે. નાની બાળાઓને વહાલમાં ‘ઢીંગલી’ કહેતા હોય છે. ઢીંગલી સ્વાભાવિકપણે બાળવાર્તા-કાવ્યનું લોકપ્રિય પાત્ર છે. ‘ઢીંગલી’ નામનું ધનસુખલાલ પારેખનું બાળકાવ્ય છે : રૂડી ને રૂપાળી, મારી ઢીંગલી રે લોલ! શાણી ને સુંવાળી, મારી ઢીંગલી રે લોલ! મીઠું મીઠું હસે, મારી ઢીંગલી રે લોલ! સૌને હૈયે વસે, મારી ઢીંગલી રે લોલ! અને જયંત શુક્લનું પણ એક બાળકાવ્ય છે ‘મારી ઢીંગલી’ મને મારી ઢીંગલી બહુ પજવે! એ તો વહેલી સવારે આખું ઘર ગજવે! દાતણ કર્યા વગર, દૂધ પીવા માંગે, કજીઓ કરીને એ તો દૂર દૂર ભાગે, એને દોડું પકડવા, સહુ મને ખીજવે... મને. અત્યંત શણગાર કરનાર યુવતીને ઉપલંભમાં ‘ઢીંગલી’ કહે છે. પ્રેમીયુગલને ઉપહાસમાં ‘ઢીંગલો-ઢીંગલી’ કહે છે. આમ, સાહિત્ય અને લોકબોલીમાં ‘ઢીંગલી’ શબ્દ વિશેષણ તરીકે વપરાય છે.

.....વધુ વાંચો