દેશપ્રેમની કવિતા પર નઝમ
દેશની સ્થિતિ વિશે સંવેદનાત્મક
અભિવ્યક્તિ રજૂ કરે તે કાવ્ય. જે દેશની બદહાલીમાં પણ હોઈ શકે અને દેશની ખુશહાલીમાં પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે ઝવેરચંદ મેઘાણી રચિત ‘નથી ખબર માથે શી આફત પડી છે, એટલી ખબર છે માની હાકલ પડી છે’ અહીં મા એટલે ભારતમાતા. દેશ અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે દેશની લગભગ દરેક ભાષામાં આવા કાવ્યો રચાયા હતા. આ સિવાય દેશ જે પણ સમસ્યાથી પીડાતો હોય એના વિશે કવિઓએ પોતાની સંવેદના અને સમજ પ્રમાણે કાવ્ય લખ્યા છે. જેમકે રાજેન્દ્ર શાહનું કાવ્ય ‘રે હિન્દ’ કે સ્નેહરશ્મિ રચિત ‘ઘડાતા ઇતિહાસનું એક પાનું’ કે પછી વિદેશી લેખક ખલીલ જિબ્રાનના કાવ્ય પરથી મકરંદ દવેએ અનુસર્જન કરેલ કાવ્ય ‘એ દેશની ખાજો દયા.’