Famous Gujarati Geet on Darshan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દર્શન પર ગીત

જોવું, નિરખવું, નિહાળવું.

પરમાત્મા, તત્ત્વજ્ઞાનને લગતી વાતો, લખાણ કે વિચારધારાને પણ 'દર્શન' કહે છે. તત્ત્વજ્ઞાનના શાસ્ત્રને ‘દર્શનશાસ્ત્ર’ કહેવાય છે અને તત્ત્વજ્ઞાનીને ‘દાર્શનિક’ કહેવાય છે. જેનું દર્શન સુંદર છે તે ‘સુદર્શન’ એમ શબ્દ બન્યો છે. અને દિશાસૂચન માટે ‘માર્ગદર્શન’ શબ્દ બન્યો છે. આ જ પ્રમાણે ‘નિર્દેશન’ અને ‘દિગ્દર્શન’ શબ્દ બન્યા છે જેનો અર્થ કલાકીય માર્ગદર્શન થાય છે. વિશિષ્ઠ રજૂઆત માટે ‘પ્રદર્શન’ શબ્દ બન્યો છે. દર્શનની ઉમેદ કે ઉત્કંઠા માટે ‘દર્શનાભિલાષી’ શબ્દ છે. દર્શન માટે કે જોવા આવેલા માટે ‘દર્શનાર્થી’ શબ્દ છે. જોવાયોગ્ય માટે ‘દર્શનીય’ શબ્દ છે. જોનાર કે પ્રેક્ષક માટે ‘દર્શક’ શબ્દ છે. ટીકા કે ભૂલો દેખાડવા બદલ ‘દોષદર્શન’ શબ્દ છે. ઝીણી વસ્તુને જોવા માટે મોટા આકારમાં દેખાડતા બહિર્ગોળ કાચના યંત્રને ‘સૂક્ષ્મદર્શક’ કહે છે. લોકબોલીમાં ‘દર્શન’ શબ્દ મોટા ભાગે મંદિરની મુલાકાત માટે બોલાય છે, મંદિરમાં ભગવાનના દર્શન કર્યા એ અર્થમાં. એ સિવાય કોઈ ઘણા દિવસે મળે ત્યારે ઉપાલંભમાં ‘દર્શન થયા’ એમ કહેવાય છે. સાહિત્યમાં ‘દર્શન’ શબ્દ ભિન્ન અર્થમાં વપરાતો આવ્યો છે. પાત્રને કોઈ સ્થિતિ, સ્થળ કે પાત્રમાં અન્ય સ્થિતિ, સ્થળ કે પાત્રના ‘દર્શન’ થઈ શકે. જેમકે વિદેશમાં ગરીબી કે આર્થિક રીતે પછાત વસ્તીના ઘરો જોઈ કોઈ ભારતીય પાત્રને સ્વદેશની ગરીબી કે ઝૂપડપટ્ટીના ‘દર્શન’ થઈ શકે છે. કોઈના વિચારોમાં અન્ય કોઈ વ્યક્તિના દર્શન પણ થઈ શકે.

.....વધુ વાંચો