રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોડર પર અછાંદસ
બીક. ભય. આ એક એવો માનસિક
ભાવ છે જેની અસર શરીરના હાવભાવ પર થાય છે. ચહેરાના ભાવ બદલાઈ જવાથી માંડીને હાથ પગ ઠંડા પડી જવા કે પસીનો છૂટવો કે ધ્રુજારી છૂટવી. ડરની માત્રા અને કારણો જેટલા ઊંડા એટલી આની અસર વ્યાપક. કોઈ ડરને કારણે હત્યા જેવો સંગીન અપરાધ પણ આચરી બેસે માટે કથાસાહિત્યમાં ડર આધારિત ઘણું લખાયું છે. આ સિવાય છદ્મ ભાવે પણ ડર હોય, જે પણ સાહિત્ય માટે પ્રેરક છે. ઝવેરચંદ મેઘાણીની ‘વેવિશાળ’ નવલકથામાં નાયક પોતાના ભાવિ સસરાની પેઢી અપમાનજનક અવસ્થામાં વૈતરું કરે છે તે માત્ર વેવિશાળ તૂટી ન જાય એ ડરથી. તો ‘નીલીનું ભૂત’ નામની ગુલાબદાસ બ્રોકરની વાર્તામાં નાયકની પોતાની જ દોષભાવનાથી ભૂત ડરી જાય છે! આમ, ડરના ભાવનો માનસિક, સામાજિક અને ગુનાહિત એમ આ દરેક સ્તરે સાહિત્યમાં ઉપયોગ થતો આવ્યો છે.