હસમુખ એક નાનો છોકરો હતો. એનું ઘર ગરીબ હતું. એને ઘણું ઘણું લેવાનું મન થતું, પણ એમાંનું ઘણું એ નહોતો મેળવી શકતો. છતાં એ સુખી હતો. આનંદમાં રહેવાનું એ શીખી ગયો હતો. આ શીખ એની પ્રેમાળ બા પાસેથી મળી હતી.