રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદાંપત્ય પર ગીત
દંપતી એટલે વિવાહિત યુગલ
અને દાંપત્ય એટલે વિવાહિત યુગલનું જીવન. વિવાહ આ સંસારનું મુખ્ય તત્ત્વ છે, કેમકે પરિવારની રચના વિવાહ થકી થાય છે. સંસાર પરિવારોનો સમૂહ છે અને સંસાર એટલે વિશ્વ અથવા વિશ્વની મુખ્ય ચેતના. આમ, દંપતીવ્યવહાર અને તેથી કલામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વિશ્વની મોટા ભાગની ભાષાઓ અને ગુજરાતીમાં પ્રાથમિક સાહિત્ય દાંપત્યને લગતી વિગતોથી ભરપૂર છે. નંદશંકર મહેતાની ‘કરણઘેલો’ને ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા છે અને મહિપતરામ રૂપરામ નીલકંઠ લિખિત ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા ‘સાસુ વહૂની લડાઈ’(૧૮૬૬). શીર્ષક સૂચવે છે તેમ આ નવલકથા પરિવાર અને દાંપત્યજીવનને મુખ્ય વિષય બનાવી લખાઈ છે. ૧૮૬૬ની સાલમાં જ રજૂ થયેલા ગુજરાતી ભાષાનું પ્રથમ મૌલિક નાટક ‘લલિતા દુઃખદર્શક’માં પણ કેન્દ્રસ્થાને પરિવાર અને દાંપત્ય જ વિષય હતો. શરૂઆતના તબક્કાની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’(૧૮૮૭)માં સરસ્વતીચંદ્ર અને કુમુદના ન બનેલા દાંપત્ય અને કુમુદ અને પ્રમાદધનના અનુચિત દાંપત્ય પ્રમુખ ભાગ ભજવે છે. ગાંધીયુગની અનેક કવિતાઓ દાંપત્ય પર આધારિત છે. ટૂંકી વાર્તાઓ મુખ્યત્વે દાંપત્યલક્ષી રહી છે. જેમકે મલયાનિલની ‘ગોવાલણી’, રામનારાયણ પાઠકની ‘જક્ષણી’, ઉમાશંકર જોશીની ‘મારી ચંપાનો વર’, જયંતી દલાલની ‘બિંદુની દાબડી’ વગેરે. ઝવેરચંદ મેઘાણી ‘ચમનની વહુ’ વાર્તામાં એ સમય માટે અજાણી કહી શકાય એવી મિશ્ર લિંગ લક્ષણના પતિની વાત કરે છે. ચમન પુરુષના શરીરમાં રહેતી સ્ત્રી છે...એની પત્ની આ મુદ્દે કઈ રીતે વર્તે છે એની વાત છે. ‘મારી કમલા’ વાર્તામાં કનૈયાલાલ મુનશી પરણિત યુગલના જીવનમાં પત્નીની માને ખલનાયિકા બનાવી એક કરુણાંતિકા સર્જે છે. પાત્રોના પરસ્પર સંબંધ તત્કાલીન સમય માટે ‘સાહસી’ કહી શકાય. જૂની રંગભૂમિથી માંડીને હાલના ગુજરાતી નાટકોમાં કોઈ સામાન્ય તત્ત્વ હોય તો એ દાંપત્ય આધારિત કથાવસ્તુ છે.