રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોક્રોસ પર મુક્તપદ્ય
આ અંગ્રેજી શબ્દ એકબીજાને
છેદતી રેખાઓ માટે કહેવાય છે. ખ્રિસ્તી ધર્મમાં ક્રોસ એક ધાર્મિક પ્રતીક છે, કેમકે ખ્રિસ્તી ધર્મના સ્થાપક પયગમ્બર ઇશુને લાકડાના બે પાટિયા પર ખીલા જડીને તત્કાલીન ધર્માંધ લોકોએ એમનો જીવ લીધો હતો. આ લાકડાના બે પાટીયા એક બીજાને છેદતા આકારમાં હતા. એક પાટિયું માથાથી પગ સુધીના શરીર માટે ધડના હિસ્સા પાસેથી આડું પાટીયું જેથી ઇશુના બંને હાથ પહોળા ખોલી એના પર ખીલા જડી શકાય. આમ, આ બંને પાટિયા ક્રોસના આકારમાં થવાથી આ આકારનું ધાર્મિક મહત્ત્વ બન્યું. આ સિવાય રેખાઓનું એકબીજાને છેદવું પણ જે સૂચિતાર્થ સર્જે છે એ અર્થમાં પણ ‘ક્રોસ’ સંજ્ઞાનો ઉપયોગ સાહિત્યમાં વિરુદ્ધ વિચારધારા કે સ્વભાવ અને શત્રુતા માટે પણ થતો રહે છે.