ચૂંદડી પર અછાંદસ
એક જાતનું ભાતીગર રેશમી
લૂગડું; સ્ત્રીઓને પહેરવાનું અંદર ધોળાં ટપકાં ને લાડવા પાડેલું રેશમ કે સૂતરનું લાલ કે લીલું કપડું, બાંધણી ભાતનો સુંદર ઝીણો સાડલો, પટોળું, ઘાટડી. ચૂંદડીનો ઉપયોગ કન્યા કરતી હોય છે. તેથી પ્રણય અને શૃંગારના તત્ત્વ એ કારણે ચૂંદડી સાથે વણાઈ ગયા છે જે લોકગીતો અને કાવ્યો પરથી સમજાય છે. દેવીમાને ચૂંદડી ચઢાવવાની પણ પરંપરા છે. ઝવેરચંદ મેઘાણીએ લગ્નગીતોના સંગ્રહનું સંપાદન કર્યું છે તેનું નામ ‘ચૂંદડી’ છે. ગઈ પેઢીના પત્રકાર, સંપાદક અને લેખક વજુ કોટકની એક નવલકથાનું શીર્ષક ‘ચૂંદડી અને ચોખા’ છે. ગની દહીંવાળાની એક ગઝલનો ચૂંદડીના ઉલ્લેખવાળો પ્રસ્તુત શેર ખૂબ જાણીતો છે : તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી! તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. (દિવસો જુદાઈના જાય છે/ગની દહીંવાલા) અઢળક ગુજરાતી ફિલ્મોના શીર્ષકમાં કોઈક ન કોઈક રીતે ‘ચૂંદડી’ શબ્દ સમાવાયો છે.