રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોછોકરી પર બાળવાર્તાઓ
બાળકી. કન્યા. તરૂણી.
કિશોરી. સાહિત્યના અનિવાર્ય તત્ત્વ તરીકે સંઘર્ષને સ્વીકારાયું છે અને સંઘર્ષના મૂળભૂત ત્રણ કારણો માનવામાં આવે છે તે – સંપત્તિ, જમીન અને સ્ત્રી. આમ, સ્ત્રી કે કન્યા એ સાહિત્યનું અપરોક્ષ રીતે મુખ્ય અંગ છે. સંવેદના અને પ્રણય એવા સાહિત્યના નિયમિત અંગો પણ સ્ત્રી સહજ લક્ષણો છે. ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીકેન્દ્રી સાહિત્યને કુન્દનિકા કાપડીયાની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ એ એક ઇચ્છનીય અને આવકાર્ય વળાંક આપ્યો. સરસ્વતીચંદ્રની ત્યાગમૂર્તિ ગુણસુંદરીએ ગુજરાતી સાહિત્યની નારીપાત્રની પરંપરાને આવશ્યક મોક્ષ ‘સાત પગલાં આકાશમાં’એ બક્ષ્યો. મધુ રાય, ચંદ્રકાંત બક્ષી, હિમાંશી શેલત અને અશ્વિની ભટ્ટની વાર્તા-નવલકથાના સ્વતંત્ર મિજાજના નારીપાત્રો સંભવ બન્યા.