રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોચમત્કાર પર નઝમ
ન બની શકે તેવું, ન સંભવ
હોય તેવું, ધાર્યું ન હોય તેવું, તર્કમાં સમજાય નહીં તેવું બને એને ‘ચમત્કાર’ કહે છે. લોકભાષા અને સાહિત્યમાં ચમત્કાર બહુધા અતિશયોક્તિ અલંકાર તરીકે વપરાય છે. સંભવ, પણ ન ધારેલું બને તો એને ‘ચમત્કાર’ વિશેષણ આપી દેવાય છે. જેમકે હંમેશાં મોડો ઊઠનાર માણસ વહેલો ઉઠે તો ‘આજે તો ચમત્કાર થયો!’ એમ કહેવામાં આવે. ‘ચમત્કૃતિ’ શબ્દ ‘ચમત્કાર’ પરથી આવ્યો છે. ‘ચમત્કૃતિ’ શબ્દ સાહિત્યમાં બે ભિન્ન રીતે વપરાય છે. એક તો અલંકારની અસર તરીકે અને બીજું વિવેચના તરીકે. સાહિત્યમાં અલંકારના મુખ્ય બે પ્રકાર છે - શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દ થકી સર્જાતો અલંકાર ‘શબ્દાલંકાર’ કહેવાય અને અર્થ થકી સર્જાતો અલંકાર ‘અર્થાલંકાર.’ શબ્દાલંકાર થકી ચમત્કૃતિનું ઉદાહરણ : ‘અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે.’ અહીં ‘અખાડા’ શબ્દના બે અર્થો - વ્યાયામશાળા અને આનાકાની કરવી, ટાળવુંનો ઉપયોગ એક વાક્યમાં કરી શ્લેષ થકી ચમત્કૃતિ સર્જવામાં આવી છે. અર્થાલંકારનું ઉદાહરણ : સુંદરમ્ નું લઘુ કાવ્ય : તને મેં ઝંખી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી (સુંદરમ્) અહીં રણની તરસની સરખામણીથી કવિ ઝંખનાનું સચોટ ચિત્ર ખડું કરે છે. અલંકારમાં ચમત્કૃતિ એટલે કૃતિજન્ય ભાવને અદ્ભુત તાજગી કે બિનપારંપારિક રીતે રજૂ કરવું. સાહિત્યિક વિવેચનમાં વપરાય છે એ ‘ચમત્કૃતિ’ સંજ્ઞા અલંકારની સંજ્ઞા કરતાં સહેજ જુદી પડે છે. જ્યારે કૃતિની રજૂઆતમાં કશુંક વિશિષ્ઠ સિદ્ધ થાય કે રોચક, અરૂઢ રીતે કહેવાય જેની શૈલી અનપેક્ષિત હોય પણ અસર પરિચિત અને ઉચિત હોય એને પ્રસંશામાં ચમત્કૃતિ કહી શકાય. ઉદાહરણ તરીકે, રાવજી પટેલની ટૂંકી વાર્તા ‘ચંપી’માંથી આ અંશ જુઓ : “...ચંપાનો હાથ હોત તો ઝાલત પણ ખરો. આ બળીજળી ઝાળને તે કેમની ઝાલવી? તાપણી ઠરે નહીં એવું રડ્યો. જુવારના થડિયા પર એક તીતીઘોડો ચડ્યો અને એને રાત યાદ આવે એવું બે-ચાર-પાંચ-છ વખત એની એ જગ્યાએ કૂદીકૂદીને ચોંટ્યો...તોય જુવારનું હૂંડું ન હલ્યું. ચંપી ભરાતી જ નહોતી. મહિના પર તે મોસાળ ગયો ત્યારે મામીએ ચંપાના સારા દિવસ વિશે પૂછ્યું હતું. એ વખત એ દાદાની મૂછ જેવો ધોળો રંગ થઈ ગયો હતો.” નાયકની પત્ની ચંપા મા નથી બની શકી. નાયક એ વાતે વ્યથિત છે. આ વ્યથા અંગેના નાયકની મનોસ્થિતિ અને વિચારો લેખકે કેવી રીતે રજૂ કર્યા છે એ જુઓ. મૂળ વાત જેટલી પરિચિત છે એટલી જ એની રજૂઆત નાવીન્યપૂર્ણ છે. આ રજૂઆત ચમત્કૃતિ પૂર્ણ કહી શકાય. પણ વિવેચનમાં ‘ચમત્કૃતિ’ સંજ્ઞા કેવળ પ્રસંશા માટે ખપમાં નથી લેવાતી બલકે કૃતિની નબળાઈના કારણ તરીકે પણ ઉલ્લેખે છે અને એ રીતે અલંકારમાં આ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. એનાથી વિવેચનમાં જુદી રીતે થાય છે એમ કહી શકાય. જ્યારે કૃતિમાં કોઈ નાટ્યાત્મક કે આગંતુક વળાંક કે અંત હોય જે રસક્ષતિ ઊભી કરે એને ‘ચમત્કૃતિથી કૃતિ નબળી પડી જાય છે’ એવી નોંધ કૃતિની સમીક્ષામાં કરાતી હોય છે. ચુનીલાલ મડિયાની વાર્તા ‘કાંકવંધ્યા’માં નાયક યુગલનું જાપાની ફિલ્મ જોવા જવું, નાયિકાનું ભૂતકાળમાં સરી પડવું અને અંતમાં જીવલેણ અકસ્માત આ તત્ત્વો ચમત્કૃતિના ભોગ બની વાર્તાને કમજોર બનાવે છે. એ જ પ્રમાણે જયંત ખત્રીની વાર્તા ‘માટીનો ઘડો’માં માટીના ઘડાનું પ્રતીક કથાવસ્તુ માટે ઉપલકિયું રહી જાય છે અને કૃતક ચમત્કૃતિ લાગે છે. આમ, ચમત્કાર એટલે કશુંક અણધાર્યું, અવનવું. સાહિત્યમાં અણધાર્યું અને અવનવું ક્યારેક રસવૃદ્ધિ કરે તો ક્યારેક રસભંગ