ચકલી પર બાળવાર્તાઓ
બાળવાર્તા(8)
-
માંદી ચીંચીં જલસા કરે
નાની ચીંચીં છાશવારે માંદી પડી જાય. આજે સાજી તો કાલે માંદી. સવારે સાજી તો સાંજે માંદી. સંગી ચકીને એની બહુ ચિંતા રહે. કોઈએ કહ્યું કે દૂર દૂરના મંદિરે વાનર વૈદરાજ આવ્યા છે. તે એવી દવા આપે કે મોટામાં મોટો રોગ હોય તોય ભાગી જાય. સંગી ચકી તો
-
ચકલીનું બચ્ચું
પ્રીમા અને વરુણ એ બંને ભાઈ-બહેન એક જ નિશાળે ભણવા જતાં, પણ વરુણ નાનો એટલે એનો વર્ગ જુદો હતો. એક વાર પ્રીમાના વર્ગમાં બહેન સંગીત શીખવતાં હતાં. બહેને એક ગીત ગવડાવવા માંડ્યું. ચકલીબહેન, ચકલીબહેન ચીં ચીં કરતાં આવો રે કૂંડામાં મેં દાણા
-
ટમટમ અને છમછમ
પોપટજીની નિશાળમાં ચકલીયે ભણે ને તેતરેય ભણે. પોપટજીની નિશાળ એટલે ખુલ્લું ખેતર. તેમાં જાતભાતનાં ઝાડ. તેમણે વડ ને પીપલો, લીમડો ને આંબો – એમ જાતભાતનાં ઝાડ ઉછેરેલાં. ખેતરમાં જાતભાતના ક્યારા. ને તેમાં ભાતભાતનાં ફૂલ. વચ્ચોવચ પોપટજીનું ઘર. પોપટજીના
-
વાતોડિયણ ચકલી
દાહોદમાં મામલતદારની કચેરીનો દરવાજો જોવા જેવો છે. તે જૂનો બાદશાહી વખતનો છે. તેના દરવાજાની ટોચે ચકલાંના માળા જોશો. તેમાં ઘણાં ચકલાં રહે છે. દિલ્હીના બાદશાહની સવારી એક વખત ફરતી ફરતી ત્યાં આવી, ત્યારે બાદશાહનો તંબૂ તે દરવાજાની પાસે ચોગાનમાં
-
ચતુર ચકલી
એક દિવસ ચકલીઓની જ્ઞાતિનો સમૂહ ભેગો થયો. ચકલીઓ વચ્ચે ચર્ચા ચાલી કે પૃથ્વી પર આપણો સમૂહ મોટો હોવા છતાં આપણા સમૂહની કશી કિંમત નથી. મનુષ્યો તો આપણને ગણતરીમાં ન લે એ તો સમજ્યા, પણ પક્ષીઓ પણ આપણને કશી વિસાતમાં લેતા નથી. એટલે કે પૃથ્વી પર આપણી કશી મહત્તા જ
-
કોનું કોનું જાંબુ?
ચકાને એક ઠળિયો જડ્યો. બીજા ઠળિયા તો સાવ ટચૂકડા હોય. આ તો મોટો, કેરીના ગોટલા જેવડો ઠળિયો હતો. ચકાને થયું : આ વળી શું હશે લાવ, માને પૂછું. એ દોડ્યો ઘેર. ઘરમાં મા કામ કરતી હતી. તેને ઊંચું જોવાનીયે