રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોચાડિયો પર બાળવાર્તાઓ
ખેતરના પાકને નુકસાન
પહોંચાડતા પંખીઓને દૂર રાખવા ખેતરમાં ગોઠવવામાં આવતું માણસ જેવા દેખાવનું પૂતળું. લોકબોલીમાં ચુગલી કરનાર અને એક ઠેકાણે સાંભળેલી વાત બીજે કહી દેનાર વ્યક્તિને ઉપલંભમાં ‘ચાડિયો’ કહે છે. પાતળા બાંધાના માણસને પણ ટોળમાં ‘ચાડિયો’ કહે છે. આપણા લોકગીતો અને ગરબાઓમાં ચાડિયો મળી આવે છે, કેમકે ગ્રામ્ય સંસ્કૃતિ સાથે ચાડિયો રોજિંદા ધોરણે વણાયેલો છે. એક બાળકાવ્યનો અંશ જુઓ : ઊડો કાબર, ઊડો ચકલાં ઊડો મેના, પોપટ મોર! હું આ ખેતરનો રખવાળો સઘળાં પેઠાં ક્યાંથી ચોર થોર તણી આ વાડ ઉગાડી છીડે બાવળ કાંટ ભરી તોય તમે ક્યાંથી અહીં આવ્યાં? સંતાકૂકડી કેવી કરી? ઊડો કહું છું એટલું , હું શાણો રખવાળો ખેડૂત આવી જો ચડે, ગોફણ ઘાવ - ઉછાળ (કૃષ્ણલાલ શ્રીધરાણી) ગઝલ માટે જાણીતા ભરત વિંઝુડાનું એક અછાંદસ કાવ્ય છે : ચાડિયાના હાથમાં બંદૂક રાખી નથી કારણ કે એને પંખી ઓળખતાં નથી. પંખી માટે ખેતરમાં ચાડિયો જ કાફી છે. કારણ કે પંખી માણસને ઓળખે છે અને ચાડિયો માણસ જેવો લાગે છે. (ભરત વિંઝુડા) ગુજરાતી ગદ્યમાં ચાડિયાને કેન્દ્રમાં રાખી કોઈ કૃતિ કદાચ લખાઈ નથી. હિન્દી ભાષામાં પ્રેમચંદની ‘ગોદાન’ તત્કાલીન ખેડૂતોની દશા દર્શાવતી એક પ્રસિદ્ધ નવલકથા છે એના મુખ્ય નાયક હોરીની વૃદ્ધાવસ્થાનું આલેખન કરતી ‘બિજુકા’ નામની ટૂંકી વાર્તા હિન્દી ભાષામાં સૂરેન્દ્ર પ્રકાશે લખી છે જે ખેડૂતોના સમકાલીન પ્રશ્નો ઉપસાવે છે. ચાડિયાને હિન્દીમાં ‘બિજુકા’ કહે છે.