Famous Gujarati Free-verse on Buddha | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બુદ્ધ પર અછાંદસ

સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ

એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે. ઈ. સ. પૂર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાક્ય પરિવારમાં થયો હતો. અગાઉ બુદ્ધનું નામ ‘સિદ્ધાર્થ’ હતું. તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે વિવિધ ગુરુઓ પાસે જ્ઞાન માટે ભટકતા, ભિક્ષુક સિદ્ધાર્થને સાત વર્ષ બાદ એક બોધિવૃક્ષ તળે બોધિજ્ઞાન પ્રાપ્ત થયું અને એ બુદ્ધ થયાં. સાહિત્ય સાથે બુદ્ધનો પરોક્ષ સંબંધ છે. એક વિચારક તરીકે બુદ્ધિજીવી પર અસર કરે એટલા ઊંડા અને વિશદ બુદ્ધના વિચારો છે. સાહિત્યકારની જીવન પ્રત્યે એક ચોક્કસ દૃષ્ટિ હોય છે, જીવન શું છે. જીવન કેવું હોવું જોઈએ અને કઈ રીતે હોવું જોઈએ તેવું બની શકે એ બાબત ચોક્કસ વિચારધારા હોય છે, કેમકે, સાહિત્ય કળા તરીકે જીવનને સમજવા અને સજાવવાનો એક પ્રયાસ છે. જીવન વિશે ચિંતન કરનાર વિચારકોની જીવન અને કળા બંને પર અસર પડતી હોય છે. કૃષ્ણ આટલા વરસ પછી પણ જનમાનસ અને બુદ્ધિજીવીઓ માટે વીરતા, સાહસ અને ચાતુરીનું પ્રતીક છે. તેમ કૃષ્ણથી માંડીને આજના યુવલ નોવા હરારી સુધીના ઘણા વિચારકો છે જેમની અસર સામાન્ય માણસથી માંડીને બૌદ્ધિક સહુ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પડી છે. એવા વિચારકોમાં બુદ્ધ પણ છે. ધર્મ, કર્મકાંડ અને દેવપૂજા એ ભારતીય પરંપરા રહી છે, જેને બુદ્ધે ખૂબ સૌમ્યતાથી અર્થશૂન્ય ઘોષિત કરી હતી. ઈશ્વરનો ઇનકાર નથી કર્યો તો સમર્થન પણ નથી કર્યું. ઈશ્વર જાણે બિનમહત્ત્વપૂર્ણ તત્ત્વ હોય એમ બુદ્ધે વલણ રાખ્યું છે. બુદ્ધે આત્મા – પરમાત્માની પોથીમંડિત ચર્ચાને બદલે માણસના આંતરિક વિવેકને મહત્ત્વનો ઠેરવ્યો છે. હકીકતમાં આ વિચારધારા એક સામાજિક ક્રાંતિ હતી અને સામાજિક ક્રાંતિની અસર સમગ્ર સમાજ પર પડે – કળા પણ એમાં આવી જાય. કળામાં બુદ્ધનું યોગદાન એ સ્વતંત્ર અને બહુ વિશાળ સ્તરના અભ્યાસનો વિષય છે; પણ કળામાં અને સાહિત્યમાં ઈશ્વર પર અવલંબનની ગેરહાજરી કે ધાર્મિકતા, મૂર્તિપૂજાના અભાવ અને વિવેકયુક્ત દૃષ્ટિકોણની ઉપસ્થિતિ જણાય છે તો એના મૂળમાં બુદ્ધ છે. સાહિત્યકૃતિઓમાં બુદ્ધને શાંતિ અને કરુણાના પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે. સુંદરમની કવિતા ‘બુદ્ધના ચક્ષુ’ અને સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા ‘બામિયાન બુદ્ધ’ ઉલ્લેખનીય કાવ્યો છે.

.....વધુ વાંચો