રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબૂટ-ચંપલ પર અછાંદસ
પગરખાં. રસ્તા પર ચાલવાને
કારણે બૂટ કે ચંપલ મેલાં થતાં હોય છે અને મેલું એટલે નિમ્ન, તુચ્છ, તિરસ્કૃત એ અર્થમાં અપમાન સૂચક રૂઢિપ્રયોગ તરીકે ‘જૂતાં બરાબર’ કહેવાનું લોકબોલીમાં ચલણ છે. ‘જોડો ફટકારવો’ પણ એ જ અર્થમાં બોલાય છે. સાહિત્યકૃતિઓમાં પાત્રના વર્ણનમાં ‘ચમકતા બૂટ’ કે ‘કોલ્હાપુરી ચંપલ’ (કોલ્હાપુરમાં બનતા એક ખાસ શૈલીના ચપ્પલ) જેવા ઉલ્લેખ આવતા હોય છે. ‘બૂટ’ અંગ્રેજી શબ્દ છે અને એની બનાવટ પણ યુરોપથી ભારતને મળી છે. માટે નામસહિત બૂટને આપણા વ્યવહારમાં પ્રવેશ મળ્યો છે. ઘણાં કાવ્યોમાં બૂટનો ઉલ્લેખ આવે છે, પણ ભીખુ કપોડિયા અને ભૂપેશ અધ્વર્યુએ બૂટકેન્દ્રી કાવ્યો પણ લખ્યાં છે. એ કાવ્યોના અંશ જોઈએ : પર્વતોમાં જે હિમાલય છે, વૃક્ષોમાં જે અશ્વત્થ છે, તે સભાખંડ કે મંદિરનાં દ્વાર કે પગલૂછણિયા પાસેના ઝમેલામાં આમતેમ એકબીજા સાથે ખૂણા રચતા ખૂણા તોડતા ચપ્પટ એકબીજાની પાસે એકમેકનાં અર્ધાંગને ચૂસતા યુગ્મો. (બૂટ વિભૂતિ / ભૂપેશ અધ્વર્યુ) ** .. ને એમ એક દિવસ જોડાને ફૂટી આંગળીઓ! પણ એમ ટચલીથી અંગૂઠા લગી ઊગી આવતાં હજારો વર્ષ નીકળી ગયાં. હવે જોડા તે પગ ને પગ તે જોડા ને જોડા તે ઘોડા ને ઘોડાને ખરીઓ, ખરીઓ તે ખખડે ને નાળ્યો ખનકે ને જોડાના ઘોડા છેક કોઈ ચીમની, ઊંટડા કે ટાવરની ટોચે જઈને અટકે... (જોડા / ભીખુ કપોડિયા) ** હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, પગરખાં નહીં બસ અભરખા ઉતારો. (ગૌરાંગ ઠાકર)