રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબોધપાઠ પર બાળકાવ્ય
જેમાંથી કશોક બોધ મળે
એવી વાત, વાર્તા કે અનુભવ, શિખામણ, ધડો. આ શબ્દ સમાવતી બે સાહિત્ય કૃતિઓના અંશ : “...આપણી ઓફિસથી પગપાળા પંદર મિનિટને અંતરે મોડર્ન આર્ટ ગેલેરી છે. તમે ક્યારેય ત્યાં ગયા છો?” “ના” વિપુલભાઈએ સંકોચપૂર્વક કહ્યું. “એના ત્રણ માળ ચઢોને, તોયે થોડી કસરત થાય અને આજની જેમ હાંફ ન ચઢે. ખરી વાતને?” “સો ટકી સાચી વાત.” વિપુલભાઈએ હસીને કહ્યું. પછી એમણે વિપુલભાઈને સમરસેટ મોમ લિખિત વાર્તા ‘ધ લન્ચન’ની વાત કરી. એ નવાસવા લેખક હોય છે. મહિલા વાચક સાથે જમવાનો પ્રસંગ છે. “સુંદર, સુડોળ, સમાજમાં જેની પ્રતિષ્ઠા છે તેવી સ્ત્રી સાથે જમવાની મળે એ એનું અહોભાગ્ય જ કહેવાય.” એવું એ સ્ત્રી માને છે. એ ઘણી જ ધનવાન છે. એની રુચિ પ્રમાણે એ મોંઘીદાટ વાનગીઓ અને પીણાં મંગાવ્યે રાખે છે અને લેખકની વ્યાકુળતા વધે રાખે છે. એની પાસે પૂરતા પૈસા નથી. પેલી રમણી વાનગીઓ માણે છે અને લેખક બાપડો ભૂખ્યો રહે છે. થોડાં વર્ષો બાદ ફરી પાછાં તેઓ જમવા માટે ભેગાં થાય છે. પેલી સ્ત્રીનું કદ એટલું તો વધી ગયું છે કે એક વખત એ સુંદરી હતી એ મા પણ ન શકાય. એના બેડોળ શરી૨ ત૨ફ જોઈને લેખક ખુશ થતો વિચારે છે, “મને લાંઘણ કરાવી હતીને? એનું વેર વળાઈ ગયું છે.” “સરસ વાર્તા છે. મને બોધપાઠ મળી ગયો કે કોઈ જમાડતું હોય તોય પેટ તો પોતાનું છે એ વાત ભૂલવાની નહીં.”...” (વાડમાં પડ્યું બાકોરું ( વાર્તા) - ઉષા શેઠ) ** “...સત્તાવનના વિપ્લવ પછી અંગ્રેજોએ રેસિડેન્સી વિસ્તા૨ને બરાબ૨ જેમને તેમ ખંડેર થયેલી હાલતમાં, ઇતિહાસના પ્રક૨ણ એક તરીકે જાળવી રાખ્યો છે, પણ ડૉ. માગધે કહ્યું કે યે હમારી ગુલામી કા સ્મૃતિચિહ્ન હૈ, ઉસકો નષ્ટ કર દેના ચાહિયે. ઉસકી સ્મૃતિ કી રક્ષા ક્યોં?” વાત ખરી છે, પણ ઇતિહાસનો બોધપાઠ ભણવા એ સ્મૃતિની પણ જરૂર છે–પણ આપણે એક પ્રજા તરીકે કંઈ બોધપાઠ લઈએ છીએ?...” (મુસકુરાઈયે કિ આપ લખનઉ મેં હૈ (પ્રવાસ વર્ણન)/ ભોળાભાઈ પટેલ)