Famous Gujarati Children Stories on Biladi | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બિલાડી પર બાળવાર્તાઓ

મૂળે જંગલનું ચોપગું

પ્રાણી જે હવે ઘરેલું બની માનવ સમાજ સાથે ભળીં ગયું છે. તેનું કદ સામાન્યપણે કૂતરાથી નાનું, મોઢું ગોળ અને નાકની બંને બાજુએ મૂછ જેવા લાંબા સીધા વાળ હોય છે જે સંવેદી કેશની ગરજ સારે છે. બિલાડી એક પ્રાણીસમૂહની પ્રજાતિનું નામ છે. આ પ્રાણીસમૂહમાં જંગલી બિલાડા, વાઘ, ચિત્તા જેવા અનેક પ્રાણીઓ છે. એ સમૂહના અન્ય પ્રાણીઓના મુકાબલે ઓછી હિંસક અને માણસો સાથે અનુકૂળ પ્રજાતિ છે તે ઘરબિલાડી. દેખાવમાં નાજુક અને રૂપાળી હોવાથી બાળવાર્તાઓ અને બાળગીતોમાં બિલાડી અચૂક હોય છે. જોઈએ કેટલાંક સાહિત્યિક અંશ જેમાં બિલાડી ઉપસ્થિત છે : કાટમાળનો ઢગલો ને પાસે તાજી વિયાએલી બિલાડી ઓહ! બિલાડીની આંખોમાં ચકરાવા લેતું અગાધ ઊંડાણ! (અધૂરો કંપિત કાંડ /રમણીક સોમેશ્વર) ** બિલાડી. કાળા પટા ને ધોળાં ટપકાંવાળો નાનકો વાઘ! બચ્ચું. ધોળું, જાણે રૂનું રમકડું, ઊછળે દડાની જેમ. લખોટી. કાળી, પાણીદા૨, સરે રેલાની જેમ. (બિલાડી, બચ્ચું, લખોટી અને તું / જયદેવ શુક્લ) ** “...ટેબલ પર સુભાષભાઈ વાચન કરી રહ્યાં હતાં. પાછલી બારીમાંથી માટલું કૂદીને ભૂખરી બિલાડી અંદર આવી ગઈ. ખખડાટ થયો એટલે સુભાષભાઈની આંખ ઊંચી ઊઠી બિલાડી પર પડી. બિલાડીએ સુભાષભાઈ સામે જોઈ કહ્યું – ‘મ્યાઉં!’ એટલે સુભાષભાઈની આંખો રસોડામાં બધે ફરી વળી. ગૅસ ૫૨ મૂકેલા દૂધને ઊભરો આવી રહ્યો હતો. શાકની તપેલી ને રોટલીનો દાબડો ખુલ્લાં હતાં. ફરી સુભાષભાઈની નજ૨ બિલાડી ૫૨ પડી. મોં પર એક મૂંઝવણ આવી. નજ૨ બાજુના રૂમ તરફ ઊઠી. પણ ત્યાં ભીંત હતી ને બારી કબાટના ખુલ્લા બારણાથી ઢંકાઈ ગઈ હતી એટલે કંઈ દેખાયું નહીં, પણ બધું સંભળાયે જતું હતું એટલે સુભાષભાઈએ પાછો શ્વાસ છોડ્યો. હડપચી હાથ પર ટેકવી જરા વિચારમાં ડૂબ્યા. બિલાડીના મ્યાઉંએ સદ્ભાગ્યે બાની સમાધિ છોડાવી. એ દોડતી રસોડામાં આવી. બિલાડી ભાખરી સૂંઘવાની તૈયારીમાં જ હતી. બાની આવવાની શૈલીએ જ એને ભગાડી મૂકી, પણ દૂધ તો ઉભરાયું જ. ઝડપથી બાએ ગૅસ બંધ કરી દીધો. મોં રડવા જેવું થઈ ગયું. નજર ઊઠીને સુભાષભાઈ તરફ ગઈ. એમનું ડોકું પાછું ચોપડીમાં. બધી મલાઈ નીચે નકામી ચાલી ગઈ હતી....” (બિલાડી (વાર્તા) - ભૂપેશ અધ્વર્યુ) ** “...છછુંદરે કહ્યું : “સામનો કેવી રીતે કરવો? મૂઈ એવી દબે પગલે આવે છે કે ખબર જ પડતી નથી!” ગલબાએ કહ્યું : “તો એના આવવાની ખબર પડે એવું કરો! એની ડોકે ઘંટડી બાંધો!” છગડાને આ વાત ગમી. તેણે છછુંદરોની સભામાં આ વાત મૂકી. સભાએ તરત તે મંજૂર કરી છગડાને કહ્યું : “તમે ધીર-વી૨ ને ચતુર છો; તમે જ આ કામ કરો!” છગડો ગલબાને મળ્યો. એને ઘંટડી બતાવી કહે : “ફક્કડ ઘંટડી છે. બાર ડગલાં દૂરથી સંભળાય છે. બિલાડીની દેન નથી કે હવે અમને મારે!” ગલબાએ કહ્યું : “ખૂબ સરસ! હવે તું ઝટ ઝટ એની ડોકે એ બાંધી કાઢ!” છગડા છછૂંદરે બીતાં બીતાં કહ્યું : “પણ, દોસ્ત, ઘંટડી બાંધવા જતાં બિલાડી મને ફાડી નહિ ખાય?” ગલબાએ કહ્યું : “જરૂ૨ ફાડી ખાશે. મોટા કામમાં મોટો ભય તો રહેવાનો જ...” (બિલાડીની ડોકે ઘંટડી (બાળવાર્તા) રમણલાલ સોની)

.....વધુ વાંચો

બાળવાર્તા(11)